Site icon

Mumbai Python Video: ભારે વરસાદ વચ્ચે રાત્રે આરેના જંગલમાં 6 ફૂટનો ઇન્ડિયન રોક પાયથન રોડ ક્રોસ કરતો જોવા મળ્યો; જુઓ વિડીયો..

Mumbai Python Video: ભારે વરસાદ વચ્ચે મુંબઈના આરેના જંગલમાં 6 ફૂટનો અજગર રોડ ક્રોસ કરતો જોવા મળ્યો, મુંબઈની સડકો પર ફરતા આ અજગરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Mumbai Python Video A 6-foot Indian Rock Python was seen crossing a road in Aarey Forest on Tuesday night.

Mumbai Python Video A 6-foot Indian Rock Python was seen crossing a road in Aarey Forest on Tuesday night.

 News Continuous Bureau | Mumbai

Mumbai Python Video: બુધવારે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે મુંબઈગરાઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાથી લોકો હેરાન થઈ ગયા છે. જોકે આ વરસાદથી માણસોની સાથે પ્રાણીઓને પણ આંચકો લાગ્યો છે. હવે જુઓ આ વીડિયો, જેમાં આરે કોલોનીના જંગલમાંથી નીકળેલો અજગર મુંબઈની સડકો પર વિચરતો જોઈ શકાય છે. ભારે વરસાદ બાદ રસ્તા પર પાણી જમા થતા અને તેમાંથી નીકળેલા મહાકાય અજગરના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ અજગર શાંતિથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો અને તેણે કોઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો ન હતો. 

Join Our WhatsApp Community

 Mumbai Python Video: જુઓ વીડીયો 

Mumbai Python Video: ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી

આ ઘટના રાત્રે 11 વાગ્યાની આસપાસ આરે કોલોનીમાં બની હોવાનું કહેવાય છે. વીડિયોમાં આ 6 ફૂટનો અજગર રસ્તો ક્રોસ કરતો જોવા મળે છે. અજગરને જોઈ લોકોએ સ્થળ પર જ કાર રોકી દીધી હતી. જેથી તેને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય. આ દરમિયાન લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી અને હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai heavy rain: ઘાટકોપરમાં બુધવારે સાંજે પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પર વહી નદી, ઘરોમાં ભરાયા પાણી; જુઓ વિડીયો

Mumbai Python Video: આ ઘટના માટે માણસ જવાબદાર..  

આ વીડિયો જોયા બાદ નેટીઝન્સ ઘટનાસ્થળે હાજર લોકોની પ્રશંસા કરી રહ્યા છે. કારણ કે તેઓએ અજગરને કોઈપણ રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો ન હતો. તેનાથી વિપરિત, જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે રસ્તો ઓળંગી ન ગયો ત્યાં સુધી ગાડીઓ ઉભી રહી. દરમિયાન કેટલાક લોકોએ જણાવ્યું કે આ ઘટના માટે માણસ કેવી રીતે જવાબદાર છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં આરે કોલોનીમાં મોટાપાયે જંગલોનો નાશ થયો છે. અને તેથી આ જંગલી પ્રાણીઓ માનવ વસવાટમાં પ્રવેશી રહ્યા છે.

Asian Seed Congress 2025: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મુંબઈમાં એશિયન સીડ કોંગ્રેસ 2025નું ઉદ્ઘાટન કર્યું
Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Exit mobile version