ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
મુંબઈ શહેરમાં કોરોના બેકાબૂ છે પરંતુ લોકો પોતાની આદત સુધારવા માટે તૈયાર નથી. રેલવે સ્ટેશનમાં પ્રવાસ કરતી વખતે લોકો પોતાના મોઢે થી માસ્ક ઉતારી ને બાજુમાં મૂકી દે છે. બીજી તરફ રેલવે પરિસરમાં મુંબઈ મહાનગર પાલિકા તેમજ પોલીસ વિભાગના કર્મચારીઓ કોઈ કાર્યવાહી કરી શકતા નથી. આ અડચણ ધ્યાનમાં રાખીને રેલવે ડિપાર્ટમેન્ટે એક નવો નિયમ કર્યો છે. નવા નિયમ મુજબ હવે રેલવેમાં કાર્યરત એવા ટિકિટ ચેકર પણ લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડિત કરી શકે છે.
આમ માસ્ક ન પહેરવા વાળાઓએ ચેતી જવાનો સમય આવી ગયો છે.
કોઈ ગલતફહેમી માં નહિ રહેતા : પોલીસ વિભાગ વાહન વ્યવહાર માટે સ્ટીકર આપવાની નથી.