News Continuous Bureau | Mumbai
Mumbai Rain : મુંબઈ અને ઉપનગરોમાં શુક્રવારથી વરસાદ પડી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી વરસાદ ચાલુ છે. હવામાન વિભાગની ચેતવણી મુજબ મુંબઈમાં આગામી કેટલાક કલાકોમાં વધુ ભારે વરસાદની શક્યતા છે. જેના કારણે મુંબઈગરાઓના રોજીંદા જીવનને પણ અસર થવાની છે.
Mumbai Rain : ત્રણેય રેલવે લાઈનની ટ્રેનો દોડી રહી છે મોડી
અવિરત વરસાદ અને ટેકનિકલ ખામીઓને કારણે ટ્રેન વ્યવહાર મોડો દોડી રહ્યો છે. કલ્યાણથી CSMT તરફની ટ્રેનો 10 થી 15 મિનિટ મોડી છે અને પશ્ચિમ રેલવે પરનો ટ્રાફિક પણ 5-10 મિનિટ મોડો ચાલી રહ્યો છે. તેમજ હાર્બર લાઇન પર લોકલ 15 થી 20 મિનિટ મોડી દોડી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Gym Trainer: જિમમાં કસરત કરતા યુવક પર ટ્રેનરને આવ્યો ગુસ્સો, મગદલથી માથા પર કર્યો જીવલેણ હુમલો; મુંબઈની મુલુંડની ઘટના..
Mumbai Rain : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા
મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે અને મુંબઈકરોને જરૂર પડ્યે જ બહાર નીકળવાની અપીલ કરી છે. વહેલી સવારથી પડેલા વરસાદને કારણે મુંબઈ શહેર અને ઉપનગરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે રોડ ટ્રાફિકને અસર થવાની શક્યતા છે.
