Site icon

Mumbai rain: મુંબઈમાં ફરી ભારે વરસાદ, ટ્રેન વ્યવસ્થા ખોરવાઈ; આ રેલવે લાઈન દોડી રહી છે મોડી, લોકોને હાલાકી..

Mumbai rain: બે દિવસના વિરામ બાદ મુંબઈમાં ફરી વરસાદ શરૂ થયો છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગુરુવાર (12 જુલાઈ) રાતથી ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. સતત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. મુંબઈમાં વરસાદને કારણે સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેનો ટ્રાફિક પ્રભાવિત થયો છે.

Mumbai rain Heavy downpour leaves city waterlogged, local train services hit

Mumbai rain Heavy downpour leaves city waterlogged, local train services hit

 News Continuous Bureau | Mumbai

 Mumbai rain:  મુંબઈમાં (Mumbai) ફરી વરસાદનું જોર વધ્યું છે. સતત પડી રહેલા વરસાદ ( Mumbai Rain News ) ને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થવા લાગ્યા છે. મુંબઈમાં શહેર અને ઉપનગરોમાં રાતથી પડી રહેલા વરસાદને કારણે રેલવે ટ્રાફિકને અસર થઈ છે. વરસાદના કારણે મધ્ય રેલવે 10થી 15 મિનિટ મોડી દોડી રહી છે. જ્યારે પશ્ચિમ રેલવે 5 થી 6 મિનિટ મોડી દોડી રહી છે અને હાર્બર રેલવે પણ 5 થી 6 મિનિટ મોડી દોડી રહી છે.

Join Our WhatsApp Community

  Mumbai rain: સ્ટેશન પર મુસાફરોની ભીડ 

જોકે મુંબઈ( Mumbai news ) માં વરસાદ વધી ગયો હોવા છતાં એકપણ રેલવે સ્ટેશનમાં ટ્રેક પર પાણી જમા થયા નથી. જેના કારણે ટ્રેન વ્યવહાર ચાલુ છે. પરંતુ લોકલ ટ્રેનો નિર્ધારિત સમયથી થોડી મોડી દોડી રહી છે. કલ્યાણથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જતી ટ્રેનો દસથી પંદર મિનિટ મોડી દોડી રહી હોવાથી કલ્યાણ સ્ટેશન પર નોકરિયાતોની અને પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર આવતી લાંબા અંતરની ટ્રેનોને કારણે સિગ્નલના અભાવે લોકલ ટ્રેનો મોડી દોડી રહી છે.

આ સમાચાર પણ વાંચો  :  Bandra Worli Sea Link Suicide: મુંબઈના બાંદ્રા-વરલી સી લિંક પર વેપારીએ દરિયામાં ઝંપલાવ્યું; પોલીસને સુસાઇડ નોટ પણ મળી, તપાસ શરૂ.

  Mumbai rain: રસ્તાઓ પર પાણી, ટ્રાફિક ધીમો

દરમિયાન ભારે વરસાદ ( Heavy Rain ) ને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓ પર પાણી જમા થયા છે. દાદર પૂર્વમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી જમા થયું હોવાના અહેવાલ છે. માટુંગા-સાયન કિંગ્સ સર્કલ ગાંધી માર્કેટ વિસ્તારમાં પાણી જમા થવા લાગ્યું છે. જેના કારણે વાહનવ્યવહારને પણ અસર થઈ છે. અને વિવિધ સ્થળોએ ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં દક્ષિણ મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. રોડ પર પણ પાણી ભરાવા લાગ્યા છે. થાણેમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. દરમિયાન, આ વરસાદની પૃષ્ઠભૂમિમાં, વહીવટી તંત્ર તરફથી નાગરિકોને યોગ્ય તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

Cooper Hospital rats: કૂપર હોસ્પિટલમાં ઉંદરના ત્રાસની સમસ્યાઓ પર ફરિયાદ મળતા પાલિકા સફાળી જાગી. હવે ઉંદર પકડવાના કામમાં વ્યસ્ત.
Mumbai Reservoirs Full: મુંબઈના જળાશયોમાં જળસંગ્રહ વિક્રમી સપાટીએ, નાગરિકોની પાણીની ચિંતા હળવી
Mumbai Pawai: મુંબઈના પવઈ વિસ્તારમાં નશામાં ધૂત શખ્સે મહિલા ડોક્ટર પર હુમલો કર્યો. ગાડીને નુકસાન પહોંચાડ્યું
Nikita Ghag news: જાણીતા બોલિવૂડ પ્રોડ્યુસર પર અભિનેત્રી અને તેના સાગરિતો દ્વારા ₹૧૦ લાખની ખંડણીની માંગણી સંદર્ભે પોલીસ ફરીયાદ નોંધાઈ.
Exit mobile version