Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Rain : મુંબઈમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી; લોકલ સેવા ખોરવાઈ…

Mumbai Rain : મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થયા છે. પાણી ભરાવાને કારણે રેલવે ટ્રેક પણ પ્રભાવિત થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદ થવાની સંભાવના છે

Mumbai Rain Heavy Rain In Mumbai Central Railway Service Affected due to Water Logging

Mumbai Rain Heavy Rain In Mumbai Central Railway Service Affected due to Water Logging

 News Continuous Bureau | Mumbai

Mumbai Rain :  મુંબઈ શહેર, ઉપનગરો અને થાણે વિસ્તારમાં   રવિવાર રાતથી જ મેઘરાજાની  જોરદાર બેટિંગ ચાલુ છે. આજે સવારથી મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. એક તરફ, સતત વરસાદને કારણે મુંબઈગરાઓ ખુશ છે, પરંતુ હવે શહેરવાસીઓને તેની સાથે આવનારી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈ શહેર અને ઉપનગરોમાં ગઈકાલે રાતથી વરસાદ શરૂ થઈ ગયો હોવાથી ઘણા નીચાણવાળા વિસ્તારોમાં  મુજબ પાણી ભરાઈ ગયા છે.  

Join Our WhatsApp Channel

Mumbai Rain :  નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા

દક્ષિણ મુંબઈના સાયન, હિંદમાતા, પરેલ  વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉપરાંત ઉપનગરોમાં અસલ્ફા, સાકીનાકા, ઘાટકોપર, વિક્રોલી અંધેરીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થવા લાગ્યું છે.  નીચાણવાળા વિસ્તરોમાં પાણી ભરવાના કારણે ટ્રાફિક પર અસર પડી છે. વાહનની ગતિ ધીમી પડતાં માર્ગો પર ટ્રાફિક જામ શરૂ થયો છે. 

 

 હવામાન વિભાગે મુંબઈમાં 5 થી 10 જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી કરી હતી. તેથી, આગામી થોડા કલાકોમાં મુંબઈમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. તેથી મુંબઈકરોએ બહાર નીકળતા પહેલા વરસાદની આગાહી જાણીને બહાર નીકળવું. હાલમાં મુંબઈના આકાશમાં કાળા વાદળો  જોવા મળી રહ્યા છે. આથી આગામી કેટલાક કલાકો સુધી વરસાદ ચાલુ રહે તેવી શક્યતા  છે.

આ સમાચાર પણ વાંચો  :  મુંબઈના આ વિસ્તારમાં પ્રથમ વખત હાઉસિંગ સોસાયટી માટે તમામ કમિટી મેમ્બર તરીકે મહિલાઓની પસંદગી કરાઈ.. જાણો વિગતે..

મુંબઈની લાઈફલાઈન એવી લોકલ ટ્રેન ખોરવાઈ..

વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન ઉપનગરીય ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. વહેલી સવારથી પડેલા વરસાદને કારણે મધ્ય રેલવેની મુંબઈથી થાણે ટ્રેન સેવા સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. તેમજ હાર્બર ટ્રેન સેવાનું શિડ્યુલ પણ ખોરવાઈ ગયું છે. આ રૂટ પર ટ્રેનો મોડી દોડી રહી છે. ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી જમા થવા લાગ્યા છે. જો વરસાદ ચાલુ રહેશે તો મધ્ય અને હાર્બર રેલ્વેની સેવાઓ સંપૂર્ણપણે સ્થગિત થઈ શકે છે. કામ પર જતા નાગરિકોને તેની અસર થશે.  

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version