Site icon

Mumbai rain: મુંબઈમાં સવારથી ભારે વરસાદ, લોકલ સેવાઓ પર અસર, આ રેલવે લાઈનો પર ટ્રેનો દોડી રહી છે મોડી..

Mumbai rain: મુંબઈ શહેર અને ઉપનગરોમાં વરસાદે ફરી જોરદાર હાજરી આપી છે. ગુરુવારે દિવસભર અનેક જગ્યાએ ભારે વરસાદ થયો હતો, પરંતુ આજે (12 જુલાઇ) સવારથી ફરી વરસાદ શરૂ થયો છે. જેના કારણે લોકલ દ્વારા મુસાફરી કરતા મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. હાલમાં મધ્ય રેલવેનો ટ્રાફિક 10થી 15 મિનિટ મોડી ચાલી રહ્યો છે.

Mumbai rain Heavy rains begin in Mumbai impact on local train services

Mumbai rain Heavy rains begin in Mumbai impact on local train services

News Continuous Bureau | Mumbai

Mumbai rain: બે દિવસના વિરામ બાદ આજે ફરી  મુંબઈ ( Mumbai )  વિસ્તારમાં વહેલી સવારથી જ ભારે વરસાદ ( Heavy rain )  પડી રહ્યો છે. મુશળધાર વરસાદના કારણે લોકલ ટ્રેન સેવા ( Local Train service ) ઓ પર અસર જોવા મળી છે. ત્રણેય માર્ગો પર રેલ વ્યવહાર ધીમો દોડી રહ્યો છે. તો બીજી તરફ વરસાદના કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થવા લાગ્યા છે.

Join Our WhatsApp Community

Mumbai rain: બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનું જોર વધ્યું હતું

હાલમાં મુંબઈ શહેર અને ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મુંબઈના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા ( Waterlogging )  લાગ્યા છે. મુંબઈમાં પડી રહેલા વરસાદને કારણે કુર્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે. સ્થાનિક રોડની બાજુની ગટરો ઓવરફ્લો થઈ ગઈ છે, જેથી જો વરસાદ આમ જ ચાલુ રહેશે તો વાહનવ્યવહાર ખોરવાઈ જવાની શક્યતા છે.  દરમિયાન  હવામાન વિભાગે આજે આખો દિવસ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.

આ સમાચાર પણ વાંચો :  Anant-Radhika Wedding Mumbai Traffic : આજે અનંત -રાધિકાના લગ્ન, મુંબઈના ટ્રાફિકમાં ફેરફાર, આ રૂટ પર રહેશે પ્રતિબંધ; વાહનચાલકોને થશે હેરાનગતિ..

Mumbai rain:દાદર, વરલી, બાંદ્રાના પશ્ચિમ ઉપનગરોમાં સૌથી વધુ વરસાદ થવાની સંભાવના 

દરમિયાન, હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાકમાં મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે. કારણ કે ઓછામાં ઓછા આગામી 24 થી 26 કલાક સુધી સતત મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. દાદર, વરલી, બાંદ્રાના પશ્ચિમ ઉપનગરોમાં મહત્તમ વરસાદ થવાની ધારણા છે. મુંબઈમાં ભારે વરસાદ થવાની ધારણા છે કારણ કે પશ્ચિમી પવનો કોંકણ કિનારે યોગ્ય ભેજ સાથે સંરેખિત છે.

Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Mumbai police bravery: પોલીસ જવાનની બહાદુરી: ચાકુ હુમલામાં ઘેરાયેલી યુવતીનો બચાવ, તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ
Devendra Fadnavis: ફડણવીસના ‘એક નિવેદન’થી ખળભળાટ: મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે કયો રસ્તો અપનાવશે?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Exit mobile version