Site icon

Mumbai Rain : મુંબઈમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગાડીઓની લાંબી કતારો; જુઓ વીડિયો

Mumbai Rain : મુંબઈના પશ્ચિમ ઉપનગરોમાં ભારે વરસાદ પડ્યો હતો. અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસર, વિલેપાર્લે, સાંતાક્રુઝ, બાંદ્રામાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ગઈ કાલે બપોર પછી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદે એવું જોર પકડ્યું હતું કે રાત સુધીમાં મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું.

Mumbai Rain Heavy traffic jams were reported on the Western Express Highway between Jogeshwari and Malad

Mumbai Rain Heavy traffic jams were reported on the Western Express Highway between Jogeshwari and Malad

 News Continuous Bureau | Mumbai

Mumbai Rain : મહારાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. લગભગ 15 થી 20 દિવસના મોટા વિરામ બાદ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ફરી એકવાર વરસાદે જોર પકડ્યું છે.  ગઈ કાલે પડેલા વરસાદને લીધે શહેરમાં ઘણી જગ્યાએ રસ્તાએ નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.  અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસર, વિલેપાર્લે, સાંતાક્રુઝ, બાંદ્રામાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. 

Join Our WhatsApp Community

Mumbai Rain : વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગાડીઓની લાંબી કતારો

Mumbai Rain : નીચાણવાળા વિસ્તતઓમાં  ભરાયા પાણી 

ગઈકાલે પડેલા અનરાધાર વરસાદે મુંબઈની ગતિને બ્રેક લગાવી દીધી હતી. વરસાદ એવા સમયે પડ્યો હતો જ્યારે લોકો તેમના કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. ભારે વરસાદના કારણે લોકો ફસાઈ ગયા હતા. મુંબઈના કુર્લા ઈસ્ટ, નહેરુ નગર, ચેમ્બુરમાં પણ પાણી ભરાયાની તસવીરો જોવા મળી હતી. તો બીજી તરફ ભારે વરસાદને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગાડીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. જોગેશ્વરી અને મલાડ વચ્ચે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર હબ મોલ, ઓબેરોય મોલ અને ટ્રોમાકેર હોસ્પિટલની બહાર ભારે ટ્રાફિક જામ થયો હતો. .  

આ સમાચાર પણ વાંચો : Mumbai Rain : મુંબઈમાં માત્ર 5 કલાકમાં 200 mm ખાબક્યો વરસાદ, આટલા લોકોનો લીધો ભોગ; જાણો આંકડા..

Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ
Exit mobile version