ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ચક્રવાતી તોફાન ગુલાબનાં પ્રભાવ હેઠળ, મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં આજે અને આવતી કાલે ભારે વરસાદ પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગે મંગળવારે થાણેમાં રેડ એલર્ટ અને મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગનું કહેવું છે કે, મુંબઈ, મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણનાં કેટલાક ભાગોમાં વરસાદની પ્રવૃત્તિ જોવા મળશે. તેથી નાગરિકોને સાવચેતી રાખવા વિનંતી પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈએ આ સિઝનમાં 3,000 મીમી વરસાદનો આંકડો પાર કર્યો છે.
