Site icon

મુંબઈગરાઓ ઘરની બહાર નીકળતા પહેલા વાંચી લ્યો આ સમાચાર- મુંબઈ શહેરને લઈને મોસમ વિભાગે આવી કરી છે આગાહી

News Continuous Bureau | Mumbai

હાલમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.દરમિયાન હવામાન વિભાગ દ્વારા  આગામી ત્રણથી ચાર કલાક સુધી મુંબઈની સાથે થાણે, પાલઘર અને રાયગઢમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેથી નાગરિકોને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે કારણ કે લો પ્રેશરનું ક્ષેત્ર ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર એટલે કે નાસિક અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ ટ્રાફિક જામ, વૃક્ષો પડવા જેવા બનાવો પણ બને તેવી શક્યતા છે. દરમિયાન મુંબઈ અને થાણેમાં સવારથી વરસાદનું જોર વધી ગયું છે.  આગામી ત્રણથી ચાર કલાક સુધી ભારે વરસાદની આગાહી હોવાથી મુંબઈકરોએ રહેવાની સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. જોકે મુંબઈની લાઈફલાઈન એવી લોકલ ટ્રેન સેવાને કોઈ અસર થઈ નથી.  

આ સમાચાર પણ વાંચો : તૈયાર રહેજો- મુંબઈ-પુણે એક્સપ્રેસ વે વાપરવા હવે ચૂકવવો પડશે વધુ ટોલ- આ તારીખથી અમલમાં આવશે નવો ટોલ ચાર્જ

Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Mumbai demography change: સાવધાન! મુંબઈની ડેમોગ્રાફી બદલવાનું સુનિયોજિત કાવતરું? વિકાસ કે વોટબેંકની આંધળી દોટ?
Exit mobile version