સવારથી શરૂ થયેલા વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો રસ્તાઓ પર ટ્રાફિક જામ થયેલો જોવા મળી રહ્યો છે.
કોલાબામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૫.૪ મિલિમીટર જ્યારે સાંતાક્રૂઝમાં ૩૮.૪ મિલિમીટર વર્ષા નોંધાઇ છે.
માનપાડામાં ૧૭૬.૨, સાનપાડા-૧૬૮.૮, ઐરોલી ગાંવ-૧૬૭.૦, કોપ્રી-૧૪૫.૨, મીરા રોડ-૯૦ અને વાશીમાં ૧૨૧.૧૦ મિલિમીટર વર્ષા નોંધાઇ છે.
જોકે હવામાન ખાતાએ એવો સંકેત આપ્યો છે કે આવતા ત્રણ દિવસ દરમિયાન મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં નૈઋત્યનું ચોમાસુ અતિ સક્રિય છે.
મોટા સમાચાર : લોકલ ટ્રેનમાં સામાન્ય માણસના પ્રવેશ સંદર્ભે રાજ્ય સરકારે આ મોટી વાત કરી
