Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Rain : મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, તુલસી અને તાનસા બાદ આ તળાવ થવા લાગ્યું ઓવરફ્લો; જુઓ વિડીયો

Mumbai Rain : મુંબઈમાં સાત તળાવોમાંથી, 3 તળાવો - તાનસા તળાવ, તુલસી તળાવ અને વિહાર તળાવ - ભરાઈ ગયા પછી ઓવરફ્લો થઈ ગયા છે.

Mumbai Rain Mumbai's Vihar, Tansa lakes overflow after heavy rains

Mumbai Rain Mumbai's Vihar, Tansa lakes overflow after heavy rains

 News Continuous Bureau | Mumbai

Mumbai Rain : મુંબઈમાં પાણી કાપનો સામનો કરી રહેલા મુંબઈના લોકો માટે સારા સમાચાર છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા ભારે વરસાદ વચ્ચે, મુંબઈના લોકોની તરસ છીપવતા સાત જળાશયોમાંથી 3 તળાવો – તાનસા તળાવ, તુલસી તળાવ અને વિહાર તળાવ – ભરાઈ ગયા છે અને ઓવરફ્લો થઇ રહ્યા છે. ભાતસા, અપર વૈતરણા, મધ્ય વૈતરણા અને મોડક સાગર તળાવો પણ ભરાઈ જવાના આરે છે. સાત તળાવોમાંથી 3 તળાવો ભરાઈ ગયા છે. 

Join Our WhatsApp Channel

 Mumbai Rain : તાનસા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા

BMCએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને લોકોને આ અંગે જાણકારી આપી છે. BMCએ સૌથી પહેલા સાત મોટા તળાવોમાં તાનસા તળાવ વિશે માહિતી આપી હતી. BMCએ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે મુંબઈને પાણી પૂરું પાડતા તળાવોમાંથી એક તાનસા તળાવ બુધવારે સાંજે લગભગ 4:16 વાગ્યે ઓવરફ્લો થવા લાગ્યું. તાનસા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે 3,315 ક્યુસેકના દરે પાણી છોડવામાં આવી રહ્યું છે.  તાનસા તળાવની સંપૂર્ણ સંગ્રહ ક્ષમતા 14,508 કરોડ લિટર છે.

 

આ સમાચાર પણ વાંચો  : Mumbai Rain : મુંબઈમાં હજુ કેટલા દિવસ ભારે વરસાદ પડશે? હવામાન વિભાગે કરી મોટી આગાહી; જાણો હવામાન વિભાગનો વર્તારો..

તુલસી અને તાનસા પછી, બોરીવલી નેશનલ પાર્કનું વિહાર તળાવ પણ બુધવારે મધરાતે 3.50 વાગ્યે ઓવરફ્લો થવા લાગ્યું. વિહાર તળાવની મહત્તમ જળસંગ્રહ ક્ષમતા 2,769.8 કરોડ લિટર (27,698 મિલિયન લિટર) છે.

Mumbai Rain : કયા તળાવમાં કેટલા ટકા પાણી ભરાયું 

Mumbai Fake Currency Seizure મુંબઈમાં ₹૫૦૦ના દરની ₹૧૦.૬૪ લાખની બનાવટી નોટો જપ્ત ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા
DRI Gold Smuggling Mumbai Air Cargo મુંબઈ એર કાર્ગોમાંથી ₹૧.૧૦ કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું DRIએ વિદેશી સિન્ડિકેટના ૨ સાગરીતોને દબોચ્યા, ટ્રેડમિલમાં સંતાડ્યું હતું ગોલ્ડ
Mumbai Stolen iPhone IMEI Racket મુંબઈમાં ચોરાયેલા iPhoneનો IMEI બદલતી ગેંગ પકડાઈ ચારની ધરપકડ અને ₹૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત
Mumbai Cyber Crime Sextortion બદનામીના ખોફે બરબાદ કર્યો! ન્યૂડ ફોટોના બહાને શેર ટ્રેડર પાસેથી ₹18.50 લાખ પડાવ્યા, 2 વર્ષ સુધી નાણાં ચૂકવ્યા બાદ સાયબર સેલમાં ફરિયાદ
Exit mobile version