Site icon

Mumbai rain update : મુંબઈગરાની નવરાત્રિ બગડી; અચાનક તોફાની પવન સાથે તૂટી પડ્યો વરસાદ, ઠેર-ઠેર રસ્તા જળમગ્ન; જુઓ વીડ્યો

Mumbai rain update : ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હવામાન સતત બદલાઈ રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચાતા મુંબઈમાં ગુરુવારે સાંજે ભારે વરસાદ પડ્યો હતો. વાવાઝોડા સાથે ભારે વરસાદને કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સૌથી મોટી સમસ્યા થાણે અને પાલઘરના વિસ્તારોમાં થઈ છે. અચાનક પડેલા વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. મુંબઈમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Mumbai rain update heavy Rain In Mumba,i Imd Issued Yellow Alert For Mumbai And 29 Districts Of Maharashtra

Mumbai rain update heavy Rain In Mumba,i Imd Issued Yellow Alert For Mumbai And 29 Districts Of Maharashtra

 News Continuous Bureau | Mumbai

Mumbai rain update : દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાના અંતિમ સંસ્કાર બાદ મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. રાત્રે 9 વાગ્યે વરસાદ પડ્યો, મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે મુંબઈની હાલત દયનીય બની ગઈ હતી. વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાયા હતા અને ટ્રાફિક જામ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થાણે, મુલુંડ, કુર્લા, ઘાટકોપર, દાદર, વરલી, અંધેરી-બાંદ્રા સહિત બોરીવલીમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે આ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અંધેરી સબવેમાં પાણી ઘૂસી ગયું હતું જેને હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો .

Join Our WhatsApp Community

 

Mumbai rain update : 29 જિલ્લાઓ માટે એલર્ટ

હવામાન વિભાગે શુક્રવારે 11 ઓક્ટોબરે મહારાષ્ટ્રના 29 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. IMDએ તેમને યલો એલર્ટ આપ્યું  છે. હવામાન વિભાગે મુંબઈના પૂર્વ ઉપનગરો, નવી મુંબઈ અને રાયગઢ જિલ્લામાં પણ  વધુ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય બાદ ગુરુવારે મુંબઈમાં આ વરસાદ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : Ratan Tata Funeral Updates: પંચતત્વમાં વિલીન થયા ભારતના અનમોલ ‘રતન’ ટાટા, અંતિમ સંસ્કારમાં માનવ મહેરામણ ઉમટ્યું..

Mumbai rain update : ભારે વરસાદને કારણે ફ્લાઈટ પ્રભાવિત થઈ  

મુંબઈની વીઆઈપી મુવમેન્ટ બાદ હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે હવાઈ સેવાને પણ અસર થઈ હતી. ભારે તોફાન અને વરસાદને કારણે ઘણી ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. ચોમાસાની ઋતુની જેમ મુંબઈમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. હવામાનમાં આવેલા ફેરફારથી મુંબઈવાસીઓ પણ ચોંકી ગયા હતા; તેઓએ વરસાદ અને વીજળીનો વીડિયો શેર કર્યો હતો. ખરાબ હવામાનને જોઈને કેટલાક યુઝર્સે એકબીજાને ઘરની અંદર રહેવાની સલાહ આપી હતી.

Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
Exit mobile version