Site icon

Mumbai Rain Update : આવી રે.. આવી.. મેઘ સવારી આવી, મુંબઈમાં વહેલી સવારે વરસાદની હાજરી; વાતાવરણ બન્યું ખુશનુમા.. હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ..

Mumbai Rain Update : મહારાષ્ટ્રમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થતું જોવા મળી રહ્યું છે. આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય પહેલા રાજ્યમાં પ્રવેશ્યું હતું. જોકે ત્યાર બાદ વરસાદ બંધ થઈ ગયો હતો. એક સપ્તાહના આરામ બાદ હવે રાજ્યમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થયું છે.

Mumbai Rain Update Yellow alert in Mumbai, IMD points to revival of monsoon showers from today

Mumbai Rain Update Yellow alert in Mumbai, IMD points to revival of monsoon showers from today

News Continuous Bureau | Mumbai

Mumbai Rain Update : આખરે મહારાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદે જોરદાર હાજરી પુરાવી છે. મુંબઈ શહેર ( Mumbai news ) અને ઉપનગરમાં મધ્યમ વરસાદ પડ્યો હતો અને અમુક વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલુ છે. વરલી, દાદર( Dadar )  માટુંગા ( Matunga ) સહિતના ઉપનગરોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેથી ગરમી અને પરસેવાના કારણે પરેશાન મુંબઈકરોને થોડી રાહત મળી છે. સવારથી પડેલા વરસાદને કારણે વરલી અને દાદર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાનું ચિત્ર જોવા મળ્યું હતું.

Join Our WhatsApp Community

 Mumbai Rain Update : સવારે 7 વાગ્યાથી આ વિસ્તારમાં ઝરમર વરસાદ

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ અને તેના ઉપનગરોમાંથી વરસાદ ગાયબ થઈ ગયો હતો અને લોકોને ફરી એકવાર ગરમીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન આજે સવારે 7 વાગ્યાથી દાદર માટુંગા વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થયો છે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે મુંબઈમાં આજે દિવસભર વાતાવરણ વાદળછાયું રહેશે. તેમજ હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા મુંબઈ માટે વરસાદ માટે યલો એલર્ટ  ( Yellow Alert ) જારી કરવામાં આવ્યું છે.

  Mumbai Rain Update : ભારતમાં 20 ટકા ઓછો વરસાદ થયો

દરમિયાન, 1 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી, ભારતમાં 20 ટકા ઓછો વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે 12 થી 18 જૂન વચ્ચે વરસાદની સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી. બીજી તરફ આગામી ત્રણથી ચાર દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, બિહાર અને ઝારખંડમાં ચોમાસાની વધુ પ્રગતિ માટે સ્થિતિ અનુકૂળ હોવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ભારતમાં 1 જૂનથી 18 જૂન વચ્ચે 64.5 મિમી વરસાદ નોંધાયો હતો, જે સરેરાશ કરતાં 20 ટકા ઓછો છે.

આ સમાચાર પણ વાંચો : Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ફરી એકવાર રચ્યો ઈતિહાસ, ગેમ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ..

 

Mumbai YouTuber hostage case: મુંબઈના આર એ સ્ટુડિયોમાં ૧૫-૨૦ બાળકોને બંધક બનાવનાર યુટ્યુબર પકડાયો! તમામ બાળકો સુરક્ષિત
Private Coaching Classes: મુંબઈના ખાનગી કોચિંગ ક્લાસની તપાસ માટે સમિતિ બનાવો અને પંદર દિવસમાં અહેવાલ રજૂ કરો!
Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Exit mobile version