Site icon

Mumbai Rain Updates : મુંબઈમાં વહેલી સવારથી મેઘરાજાની જોરદાર બેટીંગ; નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી; જાણો કયા વિસ્તારમાં કેટલો વરસાદ ખાબક્યો..

Mumbai Rain Updates : મુંબઈમાં વરસાદે જોર પકડ્યું છે. પાટનગર સહિત ઉપનગરોમાં શનિવારે સવારથી વરસાદે જોર પકડ્યું છે. મુંબઈને અડીને આવેલા વસઈ, પાલઘર, ડોમ્બિવલી, થાણે અને કલ્યાણ વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે

Mumbai Rain Updates Mumbai hit by heavy rains; public transport services disrupted

Mumbai Rain Updates Mumbai hit by heavy rains; public transport services disrupted

  News Continuous Bureau | Mumbai

Mumbai Rain Updates : : મુંબઈ અને ઉપનગરોમાં શુક્રવારથી વરસાદ પડી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી વરસાદ ચાલુ છે.  મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. જેના કારણે રોડ ટ્રાફિકને અસર થવાની શક્યતા છે.

Join Our WhatsApp Community

Mumbai Rain Updates : અંધેરી સબવેમાં ભરાયું પાણી 

અંધેરી સબવેમાં પણ મોટી માત્રામાં પાણી જમા થવા લાગ્યું છે અને તેને ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે.   તો બીજી તરફ સવારથી ભારે વરસાદના કારણે ભાંડુપ એલબીએસ માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે રોડ ટ્રાફિકને અસર થઈ શકે છે. દરમિયાન, વસઈ, વિરાર, નાલાસોપારામાં સવારથી વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે પાલઘર જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. નવી મુંબઈમાં વરસાદે થોડો સમય વિરામ લીધો હતો. પરંતુ થોડા સમય પહેલા ફરી એક વખત વરસાદ શરૂ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સંભાવના છે. એપીએમસી માર્કેટમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ છે.

Mumbai Rain Updates : ઘાટકોપરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો 

 શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી મુંબઈ શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં ઉપનગરો કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. હાલમાં, જો કે વરસાદની તીવ્રતા ઓછી થઈ છે, પરંતુ શનિવારે સવારે 6 થી 7 વાગ્યા સુધીના એક કલાકમાં મુલુંડ, દિંડોશી, મલાડ, ચિંચોલી, ગોરેગાંવ મગાથાણે, ઘાટકોપરમાં સૌથી વધુ 39 મીમીથી 47 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.

આ સમાચાર પણ વાંચો  : Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, લોકલ ટ્રેન સેવા પ્રભાવિત; આ રેલવે લાઈનની ટ્રેનો દોડી રહી છે મોડી..

ગોરેગાંવ, મલાડના નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી એકઠું થયું હતું. આ માટે અહીંના ટ્રાફિકને વૈકલ્પિક માર્ગે વાળવામાં આવ્યો હતો. મધ્ય રેલવેની CSMT-કલ્યાણ અને CSMT-પનવેલ વચ્ચેની લોકલ સેવાઓ 10 થી 15 મિનિટના વિલંબ સાથે ચાલી રહી છે જ્યારે પશ્ચિમ રેલવે લાઇન પર વિરારથી ચર્ચગેટ લોકલ સેવાઓ લગભગ 5 થી 10 મિનિટના વિલંબ સાથે ચાલી રહી છે.

Mumbai Rain Updates : વરસાદ શુક્રવાર 8pm થી શનિવાર 6am

Mumbai Rain Updates : શનિવારે સવારે 6 થી 7 વાગ્યા સુધી વરસાદ 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
Terrible Blast at Srinagar: શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત અને આટલા લોકો થયા ઘાયલ, 300 ફૂટ દૂર મળ્યા માનવ અંગ
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Exit mobile version