અવિરત વરસાદને કારણે મુંબઈ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આ પરિસ્થિતિમાં લોકલ ટ્રેન ઉપર પણ અસર પહોંચ્યો છે. સેન્ટ્રલ રેલવેમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ થી શરૂ કરીને કલ્યાણ અને કર્જત તેમ જ કસારા તરફ જઇ રહેલી તમામ ટ્રેનો અડધો કલાક મોડી ચાલુ છે.
આ ઉપરાંત હાર્બર રેલ્વે ની છત્રપતિ શિવાજી ટર્મિનસ થી પનવેલ તેમ જ ગોરેગામ તરફ જતી તમામ ટ્રેન લગભગ અડધો કલાક જેટલી મોડી ચાલુ છે.
રેલવે પ્રશાસનને પોતાના નિવેદનમાં કહ્યું છે કે જેમ વરસાદ ધીમો પડશે તે મુજબ તેઓની સર્વિસ પણ નોર્મલ થઈ જશે.
થાણા ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે ટમેટાનો ટ્રક ઉંધો વળી જતાં ટ્રાફિક જામ. જુઓ ફોટોગ્રાફ
