ભારતીય હવામાન વિભાગે આજે પણ મુંબઈ અને કોંકણ ક્ષેત્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ દ્વારા આજે મુંબઇ અને કોંકણના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને ભારે વરસાદને પગલે લોકોને ઘરોમાં રહેવાની અપીલ પણ કરી છે
ગઈ કાલે બપોરે બાર વાગ્યા સુધી મુંબઈને ઑરેન્જ અલર્ટ પર રાખનાર વેધશાળાએ ચોવીસ કલાક માટે મુંબઈમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરી દીધું છે .
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં છે અને જનજીવન પ્રભાવિત થયું છે.
