Site icon

Mumbai Rains : વાતાવરણમાં પલટો.. મુંબઈ, થાણેમાં પડ્યો કમોસમી વરસાદ! જાણો આજે કેવું રહેશે હવામાન.. જુઓ વિડીયો

Mumbai Rains : આજે મુંબઈ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. નાસિક, જલગાંવ, સંભાજીનગર, અહેમદનગર, પુણે, સતારા અને જાલના જિલ્લાઓમાં ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

Mumbai rains Parts of city receive unseasonal showers

Mumbai rains Parts of city receive unseasonal showers

News Continuous Bureau | Mumbai 

Mumbai Rains : મંગળવારે મોડી રાત્રે મુંબઈમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને અનેક વિસ્તારોમાં છુટોછવાયો  વરસાદ પડ્યો હતો. અંધેરી, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, બાંદ્રા અને બોરીવલી સહિતના પશ્ચિમી ઉપનગરોના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ થયો હતો. જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મુંબઈમાં પણ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે વરસાદ થયો છે.

Join Our WhatsApp Community

આ કારણે પડી રહ્યો છે વરસાદ 

વૈધશાળા મુંબઈના ચીફ સુનીલ કાંબલેના જણાવ્યા અનુસાર મંગળવારની બપોરથી મુંબઈમાં વાદળો છવાયા હતા. સાંજથી વરસાદ શરૂ થયો છે અને અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર એરિયા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફેલાઈ ગયું છે જેના કારણે વરસાદ પડી રહ્યો છે.

મુંબઈના જોગેશ્વરી, ગોરેગાંવ, ઓશિવારા અને અંધેરી વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. અચાનક વરસાદને કારણે કેટલાક નાગરિકો ટેન્શનમાં આવી ગયા હતા, જો કે, ટુ-વ્હીલર પર મુસાફરી કરનારા તેમજ ચાલવા માટે નીકળેલા મુંબઈવાસીઓ ઉત્સાહમાં હતા.

‘આ’ વિસ્તારમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ મુંબઈ સહિત ઉપનગરોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના છે. મુંબઈ, નવી મુંબઈ, થાણે અને આસપાસના વિસ્તારોમાં વરસાદી વાદળો જમા થયાનું ચિત્ર છે અને આજે છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. તો નાસિક, જલગાંવ, સંભાજીનગર, અહેમદનગર, પુણે, સતારા અને જાલના જિલ્લાઓમાં ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો : Vibrant Gujarat Global Summit 2024 : PM મોદી દ્વારા દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’નું ઉદઘાટન કરાયું

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version