Site icon News Continuous Bureau | Mumbai

 પહેલા જ વરસાદમાં મુંબઈ પાણી… પાણી; આ કૉન્ગ્રેસી નેતાએ BMC પર સાધ્યું નિશાન 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 જૂન 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મુંબઈમાં છેલ્લા કેટલાક કલાકોથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં સમય કરતાં ત્રણ દિવસ વહેલું ચોમાસું આવી પહોંચ્યું છે. વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયાં છે અને એની અસર ટ્રાફિક સિસ્ટમ ઉપર પડી છે. શહેરના કિંગ્સ સર્કલ ખાતે વરસાદને કારણે રસ્તા પર એટલું પાણી એકઠું થઈ ગયું હતું કે ફોર વ્હીલરનાં પૈડાં અડધાં પાણીમાં ડૂબી ગયાં હતાં. ગટરની સફાઈ ન થવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ હતી.

કૉન્ગ્રેસના નેતા સંજય નિરૂપમે સીઝનના પહેલા વરસાદમાં જ મુંબઈની હાલત કથળી જવા બદલ બૃહદ્ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પર નિશાન સાધ્યું છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે, 'મુંબઈ વરસાદની ગોદમાં છે. દરેક જગ્યાએ અંધકાર છે. અંધેરી સબ-વે, મિલન સબ-વેથી આગળ નીકળી ગયો છે. કિંગ્સ સર્કલ અને માટુંગા પાણીમાં તરી રહ્યાં છે. ખબર નહીં BMCએ સો કરોડનો ખર્ચ કરીને કઈ ગટરો સાફ કરી? પહેલા દિવસે જ આ સ્થિતિ! '

નોંધનીય છે કે હાલમાં મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ અને કૉન્ગ્રેસની ગઠબંધનવાળી સરકાર છે. BMC વિશે વાત કરીએ તો હાલ શિવસેનાની મેયર છે. એક સમયે શિવસેનામાં રહેલા સંજય નિરૂપમે મુંબઈ વરસાદ ઉપર નારાજગી વ્યક્ત કરતાં તેમની 'પૂર્વ પાર્ટી' પર નિશાન સાધ્યું છે.

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version