Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Rains: મુંબઈમાં અચાનક ધસી પડ્યો રોડ… અને ખાડામાં ફસાઈ ગયા ડઝનબંધ ટુ વ્હીલર અને કાર, જુઓ વીડિયો

Mumbai Rains : મુંબઈના ચેમ્બુરના ચૂનાભટ્ટી વિસ્તારમાં સવારે લગભગ 9.30 વાગે એન્જિનિયર કોલેજની સામે બે બહુમાળી ઈમારતોની બહાર બનેલો રસ્તો અચાનક ધસી પડ્યો. આ ઘટના બુધવારે સવારે લગભગ 9.30 વાગ્યે બની હતી. તે સમયે રસ્તા પર અનેક ટુ વ્હીલર અને કાર પાર્ક કરવામાં આવી હતી. અચાનક જમીન ધસી જવાને કારણે આ તમામ વાહનો કેટલાય ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયા હતા.

News Continuous Bureau | Mumbai

Mumbai : ભારે વરસાદ (Heavy rain) અને પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો કરી રહેલી માયાનગરી મુંબઈ (Mumbai) માં બુધવારે એક મોટી દુર્ઘટના થઈ હતી. અહીં રોડનો મોટો હિસ્સો અચાનક ધસી ગયો. જેના કારણે રોડ પર બનેલા મસમોટા ખાડામાં અનેક ટુ-વ્હીલર અને કાર ધસી પડી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે સદનસીબે હજુ સુધી આ અકસ્માતમાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. BMC અને ફાયર બ્રિગેડે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. સાવચેતીના ભાગરૂપે આસપાસની ઇમારતોને ખાલી કરાવવામાં આવી છે.

Join Our WhatsApp Channel

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ ઘટના ચેમ્બુર (Chembur) ના ચૂનાભટ્ટી વિસ્તારની હોવાનું કહેવાય છે. અહીં એક એન્જીનીયર કોલેજની સામે બે બહુમાળી ઈમારતોની બહાર બનેલો રસ્તો અચાનક જ ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટના બુધવારે સવારે લગભગ 9.30 વાગ્યે બની હતી. તે સમયે રસ્તા પર અનેક ટુ વ્હીલર અને કાર પાર્ક કરવામાં આવી હતી. એકાએક જમીન ધસી જવાને કારણે આ તમામ વાહનો (Vehicle) કેટલાય ફૂટ ઊંડા ખાડામાં પડી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો: Rakhi sawant : જ્યાં સુધી સલમાન ખાન લગ્ન નહીં કરે ત્યાં સુધી રાખી રહેશે આ સ્થિતિમાં, ભાઈજાન માટે અભિનેત્રી એ રાખી આવી બાધા

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version