Site icon News Continuous Bureau | Mumbai

મુશળધાર વરસાદે મુંબઈમાં કરી ભારે ખુવારી, નવ કલાકમાં જૂન મહિનાનો 43 ટકા વરસાદ; આખા મુંબઈમાં આટલાં વૃક્ષો તૂટ્યાં, આટલી દીવાલો તૂટી અને ટ્રેનો આટલા કલાક બંધ રહી, જાણો વધુ વિગત

મુશળધાર વરસાદે મુંબઈમાં કરી ભારે ખુવારી, નવ કલાકમાં જૂન મહિનાનો 43 ટકા વરસાદ; આખા મુંબઈમાં આટલાં વૃક્ષો તૂટ્યાં, આટલી દીવાલો તૂટી અને ટ્રેનો આટલા કલાક બંધ રહી, જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

Join Our WhatsApp Channel

મુંબઈ, 10 જૂન 2021

ગુરુવાર

મુંબઈમાં બુધવારે માત્ર નવ કલાકમાં સરેરાશ 43.6 ટકા વરસાદ પડી ગયો હતો. બુધવારના થયેલી અતિવૃષ્ટિએ મુંબઈમાં મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન થયું હતું. અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની ફરિયાદોને પગલે દુકાનો, ફૅક્ટરી તથા ગોડાઉનમાં પાણી ભરાઈ ગયાં હતાં. ભારે વરસાદને પગલે છ જગ્યાએ નાનાં-મોટાં મકાન પડી જવાના બનાવ બન્યા હતા. એમાં  મોડી રાતે મલાડના માલવણીમાં ઇમારત ધરાશાયી થતાં 11નાં મોત થયાં હતાં. એ સાથે 32થી વધુ ઠેકાણે વૃક્ષો ઊખડી જવાના અને શૉર્ટ સર્કિટના 14થી વધુ બનાવ નોંધાયા હતા, તો મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનસેવા 9 કલાકથી પણ વધુ સમય સુધી ખંડિત રહી હતી. સવારના 10.20 વાગ્યે બંધ થઈ હતી, એ છેક રાતના 7.45 વાગે ફરી પાટે ચઢી હતી. જોકે ભારે મોડી દોડી રહી હતી.

બુધવારે મુશળધાર વરસાદ પડ્યો હતો. મુંબઈમાં આખા જૂન મહિનામાં પડે એનો 43.6 ટકા સરેરાશ વરસાદ માત્ર નવ કલાકમાં પડી ગયો હોવાનું હવામાન ખાતાએ કહ્યું હતું. મુંબઈમાં બે દિવસ જલદી ચોમાસું બેસી ગયું છે, ત્યારે સવારના 8.30 વાગ્યાથી સાંજના 5.30 વાગ્યા સુધીમાં મુંબઈમાં સરેરાશ 220.6 મિલીમીટર વરસાદ પડ્યો હતો. મુંબઈમાં મંગળવારના 8 વાગ્યાથી બુધવાર રાતના 8 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન સાંતાક્રુઝમાં 260.6 મિલીમીટર અને કોલાબામાં 92.0 મિલીમીટર વરસાદ પડ્યો હતો. બુધવાર સવારના 8 વાગ્યાથી ગુરુવાર સવારના 8 વાગ્યા સુધીના 24 કલાકમાં દક્ષિણ મુંબઈમાં 128.4 મિલીમીટર, પૂર્વ ઉપનગમાં 183.5 મિલીમીટર અને પશ્ચિમ ઉપનગરમાં 148.0 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનો  સવારના 1.20 વાગ્યાથી બંધ પડી ગઈ હતી, એ બુધવારના રાતના છેક 7.45 વાગ્યે પૂર્વવત્ થઈ હતી. લગભગ 9 કલાકથી પણ વધુ સમય બાદ ટ્રેનો પાટે ચઢતાં લોકોને રાહત થઈ હતી.

વાશી APMC માર્કેટમાં બુધવારના મુશળધાર વરસાદમાં પાણી ફરી વળ્યાં; પાણી ભરાવાની વર્ષોથી રહેલી સમસ્યાથી વેપારીઓ રોષમાં, જાણો વધુ વિગત

ડિઝાસ્ટર મૅનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે સવારના 8 વાગ્યાથી સાંજના 5.30 વાગ્યા સુધીમાં દક્ષિણ મુંબઈમાં 2, પૂર્વ ઉપનગરમાં 2 અને પશ્ચિમ ઉપનગરમાં બે જગ્યાએ ઘર અને ઘરની દીવાલ તૂટવાના બનાવ બન્યા હતા. શહેરમાં વૃક્ષો તૂટી પડવાના 5, પૂર્વ ઉપનગરમાં 19 અને પશ્ચિમ ઉપનગરમાં 8 એમ કુલ 32 ઠેકાણે વૃક્ષો તથા એની ડાળખીઓ તૂટી પડી હતી. 14 જગ્યાએ શૉર્ટ સર્કિટના બનાવ બન્યા હતા, એમાં શહેરમાં 9, પૂર્વ ઉપનગરમાં 3 અને પશ્ચિમ ઉપનગરમાં 2 બનાવ બન્યા હતા.

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version