Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ વાસીઓ માસ્ક પહેરવાનું જરાય ભૂલતા નહીં- માત્ર એક દિવસમાં કોરોના ના ૫૦ ટકા કેસ વધી ગયા છે- જાણો તાજા આંકડા અહીં

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મુંબઈ શહેરમાં કોરોનાવાયરસ ના કેસ સતત વધી રહ્યા છે. બુધવારના દિવસે માત્ર 24 કલાકની અંદર કોરોનાના નવા 1765 કેસ નોંધાયા છે. આ આંકડો માત્ર એક દિવસ પહેલા કરતાં 42 ટકા વધી ગયો છે.  ઉલ્લેખનીય છે કે મંગળવારના દિવસે મુંબઈમાં કોરોના ના 1200 કેસ નોંધાયા હતા. અને ચોવીસ કલાકમાં 500 દર્દીઓની સંખ્યા વધી ગઈ. આ આંકડો 25 જાન્યુઆરી પછીનો સૌથી મોટો આંકડો છે. બીજી તરફ દેશભરમાં ચોવીસ કલાક દરમ્યાન 7240 કેસ નોંધાયા છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત પાંચ પક્ષના અધ્યક્ષોને મળી નોટિસ- જાણો શું છે સમગ્ર મામલો

મહારાષ્ટ્રના ટાસ્ક ફોર્સે સરકારને ભલામણ કરી દીધી છે કે માસ્ક પહેરવાનું અનિવાર્ય કરવામાં આવે. જો કે આ સંદર્ભે સરકારે અત્યાર સુધી કોઈ પગલા લીધા નથી. પરંતુ જે આંકડા દેખાઈ રહ્યા છે તેનાથી એક વાત સ્પષ્ટ છે કે લોકોએ પોતાની સંભાળ રાખવાનું શરૂ કરી દેવું જોઇએ કારણ કે ચોમાસુ આવતાની સાથે જ શરદી અને કફ ના કેસ વધવા માંડશે અને તે સમયે પરિસ્થિતિ વિકટ બની શકે છે.

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version