ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી પ્રથમ મૃત્યુનો કેસ નોંધાયો છે.
નાગરિક સંસ્થાના જણાવ્યા અનુસાર ઘાટકોપરમાં રહેતી એક 63 વર્ષીય મહિલાનું કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી મૃત્યુ થયું છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાને અન્ય ઘણી બીમારીઓ પણ હતી.
ચોંકાવનારી વાત એ છે કે આ મહિલાને રસીના બંને ડોઝ મળી ગયા હતા, તેમ છતાં તે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે મૃત્યુ પામી.
મુંબઈમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કુલ 11 દર્દીઓ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના આ પ્રકારથી મૃત્યુનો આ બીજો કેસ છે. પ્રથમ કિસ્સામાં, 80 વર્ષીય મહિલાનું 13 જૂનના રોજ રત્નાગિરીમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે મૃત્યુ થયું હતું.
