ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૭ એપ્રિલ 2021
મંગળવાર
અનેક લોકો સિગ્નલ તોડે છે અથવા વન-વે કે પછી નો પાર્કિંગમાં ગાડી પાર્ક કરે છે ત્યાર બાદ ટ્રાફિક પોલીસ દંડ ફટકારે છે. આ દંડની રકમ ફટકારવી કંઈ જરૂરી નથી. તેમજ દંડની રકમ ની વિરુદ્ધમાં કોર્ટમાં અરજી થઇ શકે છે. આવો નિર્ણય મુંબઈના સત્ર ન્યાયાલયે આપ્યો છે. વાત એમ છે કે વર્ષ 2016માં મોહમ્મદ શેખ નામનો વ્યક્તિ કુર્લા વિસ્તારમાં કથિતપણે સિગ્નલ તોડી રહ્યો હતો. તે સમયે પોલીસે તેને પકડ્યો તેમજ તેને દંડ ભરવા કહ્યું. પરંતુ મોહમ્મદ એ કોઈ દંડ ભર્યો નહીં. આ મામલા સંદર્ભે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધાવી અને ત્યાર બાદ કોર્ટ કેસ શરૂ થયો. આ કોર્ટ કેસ દરમિયાન સત્ર ન્યાયાલય નિકાલ આપ્યો કે એવું જરૂરી નથી કે મહંમદ શેખ ટ્રાફિક પોલીસ ના કહ્યા પ્રમાણે પૈસા ભરે. જો મોહમ્મદ શેખ પૈસા નથી ભરતો તો તેની વિરુદ્ધમાં ટ્રાફિક પોલીસે ચલણ ફાડીને કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ આવી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત કોઈ વ્યક્તિ બાઈક પરથી ઉતરીને પોલીસ પર ધસી જાય એનાથી એવું સાબિત નથી થતું કે તે પોલીસ સાથે મારામારી કરી રહ્યો છે.
આમ સત્ર ન્યાયાલય સામાન્ય નાગરિકના સ્વતંત્રતાના અધિકાર ને અબાધિત રાખીને નિકાલ આપ્યો છે કે ટ્રાફિક પોલીસ કંઇ ભગવાન નથી.
હવે થૂંકશો તો મોંઘુ પડશે. મુંબઈ મહાનગરપાલિકાએ નવો દંડ નક્કી કર્યો. જાણો રકમ.