Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોરોના ‘આઉટ ઓફ કન્ટ્રોલ: શહેરમાં કોરોનાના એક દિવસમાં 8000થી વધારે કેસ, કાલથી 27% વધારે દર્દીઓ આવ્યા મહામારીની ચપેટમાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

સોમવાર .

મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં કોરોના વાયરસ કોપ વધી રહ્યો છે.  મુંબઈમાં એક દિવસમાં કોરોનાના 8000થી વધારે કેસ જોવા મળ્યા છે. જે એક દિવસ પહેલાની સરખામણીમાં 27 ટકા વધારે છે. છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઈમાં કોરોનાથી સંક્રમિત 578 દર્દીઓને સારવાર પછી રજા આપવામાં આવી છે. સક્રિય દર્દીઓની સંખ્યા 29,819 છે. છેલ્લા 24 કલાકમાં કોઈ મૃત્યુ નોંધાયું નથી.

મહારાષ્ટ્રમાં કોરોના ની જેમ ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 50 નવા કેસ નોંધાયા છે, જેમાં પુણે શહેરમાંથી 36, પિંપરી ચિંચવાડમાંથી આઠ, પુણે ગ્રામીણ અને સાંગલીમાંથી બે-બે અને થાણે અને મુંબઈમાંથી એક-એક કેસ મળી આવ્યા છે. રાજ્યની એકંદર ઓમિક્રોન સંખ્યા 510 પર પહોંચી ગઈ છે.

 

ઉલ્લેખનીય છે કે દિલ્હી અને મુંબઈમાં કોરોના વાયરસ અને ઓમિક્રોન વેરિએન્ટના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. જેને જોતા રાજ્ય સરકારે દિલ્હી-મુંબઈ માટે સપ્તાહમાં ફક્ત 2 ફ્લાઇટ્સ ચલાવવાનો નિર્ણય કર્યો છે. કોલકાતાથી બ્રિટન માટે વીકલી ફ્લાઇટ્સને પહેલા જ રદ કરવામાં આવી ચૂકી છે.

Western Railway Wind Solar Hybrid Project પશ્ચિમ રેલવેએ વિન્ડસોલર પાયલટ પ્રોજેક્ટ પર માર્યા તાળાં બજેટ સામે ઉત્પાદન નહિવત નીકળતાં પ્લાન્ટ સમેટી લેવાનો નિર્ણય
Mumbai Monsoon Beats El Nino ‘અલ નિનો’ની આશંકા છતાં મુંબઈમાં મેઘમહેર ચોમાસાની ઋતુમાં વરસાદે પાર કર્યો સરેરાશનો આંકડો
Cafe Mondegar Licence Suspended FDA મુંબઈના ઐતિહાસિક કાફે મોન્ડેગર સામે મોટી કાર્યવાહી ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ FDA એ લાઈસન્સ સસ્પેન્ડ કર્યું
Lalbaugcha Raja Donation Box Opened બાપ્પાના દરબારમાં ભવ્ય દાન લાલબાગચા રાજાની હૂંડીમાંથી મળ્યું ગોલ્ડન બેટ અને વિદેશી ચલણ, તસવીરો વાયરલ!
Exit mobile version