ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
દેશમાં કોરોનાના આગમન બાદ પહેલી વાર મુંબઈમાં એક નવાઈકારક ઘટના બની છે જે ખૂબ મોટો શુભ સંકેત છે.
મુંબઈ નગર પાલિકાએ આપેલી માહિતી અનુસાર રવિવારે મુંબઈમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. જ્યારે રાજ્યમાં કોરોનાના નવા 1553 કેસ નોંધાયા છે અને 26 મોત થયા છે.
રવિવારે મુંબઈમાં કોરોનાના નવા 367 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિત કેસોની સંખ્યા 750808 પર પહોંચી ગઈ છે.
મુંબઈમાં કોરોના રિકવરી રેટ 97 ટકાએ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 727084 દર્દીઓ સ્વસ્થ થયા છે, હવે શહેરમાં કોરોનાના સક્રિય કેસ 5030 છે.