Site icon News Continuous Bureau | Mumbai

Mulund SUV Road Accident। મુલુંડમાં સોસાયટીમાંથી બહાર નીકળતી પૂરપાટ કાર શાકભાજીની લારી પર ફરી વળી; મહિલા વિક્રેતા અને માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત

Mulund SUV Road Accident।૭૪ વર્ષીય વૃદ્ધે કાર પરથી કાબૂ ગુમાવતા સર્જાયો ભયાનક અકસ્માત બ્રેકના બદલે એક્સિલરેટર દબાઈ જતાં એસયુવી બની બેકાબૂ, બાળકની માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ, ડ્રાઈવર પોલીસ કસ્ટડીમાં.

Mulund SUV Road Accident। મુલુંડમાં સોસાયટીમાંથી બહાર નીકળતી પૂરપાટ કાર શાકભાજીની લારી પર ફરી વળી; મહિલા વિક્રેતા અને માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત

Mulund SUV Road Accident। મુલુંડમાં સોસાયટીમાંથી બહાર નીકળતી પૂરપાટ કાર શાકભાજીની લારી પર ફરી વળી; મહિલા વિક્રેતા અને માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mulund SUV Road Accident। મુંબઈના પૂર્વીય ઉપનગર મુલુંડ વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. મુલુંડ વેસ્ટના તાંબે નગર વિસ્તારમાં એક ૭૪ વર્ષીય વૃદ્ધે પોતાની લક્ઝરી એસયુવી (SUV) કાર પરથી અચાનક નિયંત્રણ ગુમાવી દેતાં કાર રસ્તા કિનારે આવેલી શાકભાજીની લારી સાથે જોરદાર અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં એક મહિલા શાકભાજી વિક્રેતા અને એક માસૂમ બાળકનું ગંભીર ઈજાઓ થવાને કારણે કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

સોસાયટીના ગેટમાંથી બહાર આવતી વખતે જ વૃદ્ધે ગુમાવ્યો કાર પરનો કાબૂ

મુલુંડ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળતી વિગતો અનુસાર, આ દુર્ઘટના મુલુંડ વેસ્ટના એસીસી રોડ પર આવેલા તાંબે નગર પરિસરમાં બની હતી. એક ૭૪ વર્ષીય વૃદ્ધ ડ્રાઈવર પોતાની કાર લઈને એક રહેણાંક સોસાયટીના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી રહ્યા હતા. સોસાયટીના મુખ્ય ગેટમાંથી બહાર આવતી વખતે જ ડ્રાઈવરે અચાનક કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર પૂરપાટ ઝડપે સોસાયટીના ગેટ પાસે જ ઉભેલી શાકભાજીની લારી તરફ ધસી ગઈ હતી અને ત્યાં હાજર લોકોને અડફેટે લીધા હતા.

લારી પાસે ઉભેલી મહિલાના ખોળામાંથી રોડ પર પટકાયું બાળક, સારવાર દરમિયાન દમ તોડ્યો

આ ભયાનક ટક્કરને કારણે શાકભાજી વેચતા એક મહિલા ગંભીર રીતે કચડાયા હતા. તેમને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર શરૂ થાય તે પહેલાં જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સમયે લારી નજીક ઉભેલી એક અન્ય મહિલાના ખોળામાં તેનું માસૂમ બાળક હતું. કારની ટક્કર એટલી જોરદાર હતી કે જોરદાર આંચકાના કારણે બાળક માતાની પકડમાંથી છૂટીને સીધું સિમેન્ટના રોડ પર પટકાયું હતું, જેના કારણે તેના માથાના ભાગે અત્યંત ગંભીર ઈજા થઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળક અને તેની માતાને પણ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ બાળકની સ્થિતિ સ્થિર કરવાના ભગીરથ પ્રયાસો કર્યા હતા, પરંતુ ગંભીર આંતરિક ઈજાના કારણે માસૂમે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ સાથે અકસ્માતમાં મૃતાંક વધીને બે થયો છે. ઈજાગ્રસ્ત માતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બ્રેકના બદલે એક્સિલરેટર દબાઈ ગયું હોવાની આશંકા, ડ્રાઈવર સામે ગુનો દાખલ

અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ગુસ્સે ભરાયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. જોકે, પોલીસે તુરંત જ મામલો થાળે પાડ્યો હતો. પોલીસે ૭૪ વર્ષીય વૃદ્ધ ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ લીધો છે અને તેની સામે આ બેદરકારીભર્યા ડ્રાઇવિંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, રહેણાંક સોસાયટીમાંથી બહાર વળાંક લેતી વખતે ડ્રાઈવરે કદાચ બ્રેકની જગ્યાએ ભૂલથી એક્સિલરેટર (લીવર) દબાવી દીધું હોવાને કારણે કાર પૂરપાટ ઝડપે ધસી ગઈ હતી અને આ ભયાનક અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Medical Admission Racket। મુંબઈમાં મેડિકલ એડમિશન રેકેટનો પર્દાફાશ, અંધેરી પોલીસે કરોડોની ઠગાઈ કરનાર મુખ્ય સૂત્રધારની કરી ધરપકડ

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version