ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
મુંબઈના સાકીનાકામાં થયેલા ક્રૂર બળાત્કાર કેસના આરોપીને આજે મુંબઈની કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને 21 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરેએ (મુંબઈ બળાત્કાર) ઘટનાની સંપૂર્ણ માહિતી લીધી છે અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે.
તેમણે કહ્યું કે આ મામલાને ફાસ્ટ ટ્રેક પર લેવામાં આવશે અને પીડિતાને ન્યાય આપવામાં આવશે. તેમજ તપાસ ઝડપી કરવા નિર્દેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે સાકીનાકા વિસ્તારમાં બળાત્કાર અને ત્રાસનો ભોગ બનેલી પીડિતાનું શનિવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
તાલિબાન પ્રત્યે લોકશાહી દેશોના વલણથી ગુસ્સે થયેલા જાવેદ અખ્તરે કરી આ વાત; જાણો વિગત
