ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે 2021
શનિવાર
બોરિવલી ખાતે આવેલા સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ટૂંક સમયમાં ડ્રાઇવ-ઇન વેક્સિનેશન સેન્ટર આકાર લેવા જઈ રહ્યું છે. વાત એમ છે કે મુંબઈ મહાનગરપાલિકાએ વન વિભાગનો સંપર્ક સાધીને પરવાનગી માગી હતી કે નૅશનલ પાર્કના પાર્કિંગ વિસ્તારમાં વેક્સિનેશન માટે પરવાનગી આપવામાં આવે. આ અરજીના જવાબમાં વનવિભાગે હોંકાર ભણ્યો છે.
સંજય ગાંધી નૅશનલ પાર્કની બહાર બે એકર વિસ્તારમાં આશરે ૩૦૦ જેટલી ગાડીના પાર્કિંગની વ્યવસ્થા છે. આ વિસ્તારમાં ડ્રાઇવ-ઇન વેક્સિનેશન કાર્યક્રમ શરૂ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આવો કાર્યક્રમ અત્યારે દાદર વિસ્તારમાં ચાલુ છે. મુંબઈ મહાનગરપાલિકા આખા શહેરમાં ઠેરઠેર આવાં સેન્ટર ઊભાં કરવા માગે છે.