News Continuous Bureau | Mumbai
સુરેન્દ્રનગર-રાજકોટ સ્ટેશન(Surendranagar-Rajkot station) વચ્ચે ડબલિંગ કામ(Doubling work) સંદર્ભમાં ખોરાણા સ્ટેશન(Khorana station) પર ઈલેકટ્રોનિક ઈન્ટરલોકિંગના(Electronic interlocking) કામના કારણે વેસ્ટર્ન રેલવેની(Western Railway) અમુક ટ્રેનો રદ કરવામાં આવવાની છે. અમુક આંશિક રૂપે રદ થશે. તો અમુક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ(Short Terminate), રેગ્યુલેટ અને રી શેડ્યુલ કરાશે, જેમાં મુંબઈ સેન્ટ્રલ(Mumbai Central)-હાપા દુરંતો એક્સપ્રેસ(Hapa Duronto Express), બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ(Bandra Terminus-Jamnagar Humsafar Express) નો સમાવેશ થાય છે.
વેસ્ટર્ન રેલવેના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસ અમદાવાદ(Express Ahmedabad) સુધી જ દોડશે અને અમદાવાદ-હાપા વચ્ચે 3 જુલાઈ સુધી રદ રહેશે. તેવી જ રીતે ટ્રેન નંબર 12268 હાપા- મુંબઈ સેન્ટ્રલ ટ્રેન અમદાવાદથી ઉપડશે અને હાપા-અમદાવાદ વચ્ચે આંશિક રૂપે 3 જુલાઈ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 22923/22924 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગરમાં શોર્ટ ટર્મિનેટ કરાશે અને સુરેન્દ્ર નગર-જામનગર વચ્ચે આંશિક રૂપે રદ રહેશે. 30 જૂન અને બે જુલાઈ સુધીના આ રીતે ટ્રેનો દોડશે. તેમ જ જામનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 28 જૂન, 1, જુલાઈ 2022 સુધી સુરેન્દ્રનગર થી શરૂ થશે. તથા જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. વધુ જાણકારી માટે પ્રવાસીઓ રેલવે હેલ્પ લાઈન 139 પર સંપર્ક કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : NCBની મોટી કાર્યવાહી- સોલાપુર-મુંબઈ હાઈવે પરથી જપ્ત કર્યું અધધ આટલા કિલો ડ્રગ્સ- બેની ધરપકડ