Site icon

Mumbai: બેંકના લોકરમાંથી ₹3 કરોડથી વધુની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરવા બદલ SBI સર્વિસ મેનેજરની ધરપકડ..

Mumbai: આરોપી મેનેજરે બેંકના લોકરમાંથી 59 સોનાના ઘરેણાના પેકેટ કાઢી લીધા હતા. જે બાદ તેણે બેંકે કોઈને આ વિશે જાણ કરી ન હતી. તેમજ તેના પદનો દુરપયોગ કર્યો હતો.

Mumbai SBI Service Manager arrested for stealing gold jewelery worth more than ₹3 crore from a bank locker.

Mumbai SBI Service Manager arrested for stealing gold jewelery worth more than ₹3 crore from a bank locker.

News Continuous Bureau | Mumbai 

Mumbai: ભારતીય સ્ટેટ બેંકમાં સર્વિસ મેનેજર તરીકે કામ કરતા 33 વર્ષીય વ્યક્તિની ભાંડુપ પોલીસે બેંકના લોકરમાંથી ( bank locker ) આશરે રૂ. 3 કરોડની કિંમતના આશરે 4 કિલો સોનાના ઘરેણાની કથિત રીતે ચોરી કરવા બદલ ધરપકડ કરી છે. 

Join Our WhatsApp Community

SBIની મુલુંડ ( Mulund  ) શાખામાં કામ કરતા બ્રાન્ચ મેનેજર ( Branch Manager ) સામે 28 ફેબ્રુઆરીના રોજ ભાંડુપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મુજબ, આરોપી અને ખાતા બેંક મેનેજર એક જ ( SBI Bank ) બેંકિંગ શાખામાં કામ કરે છે, જે મુખ્યત્વે ગોલ્ડ લોન આપે છે. જેમાં આરોપી મેનેજરે બેંકના લોકરમાંથી 59 સોનાના ઘરેણાના ( gold jewellery ) પેકેટ કાઢી લીધા હતા. જે બાદ તેણે બેંકે કોઈને આ વિશે જાણ કરી ન હતી. તેમજ તેના પદનો દુરપયોગ કર્યો હતો.

આ મામલો સૌપ્રથમ ફેબ્રુઆરી 27 ના રોજ સામે આવ્યો હતો. જ્યારે સર્વિસ મેનેજર રજા પર હતો અને ખાતા બેંક મેનેજરને સોનાના લોકરની ફરજ અને કસ્ટડી આપવામાં આવી હતી. તે વખતે બેંક લોકર તપાસતી વખતે ફરિયાદીએ જોયું કે સોનાના ઘરેણાના કેટલાક પેકેટો ગુમ થઈ ગયા હતા. ફેબ્રુઆરી 26 સુધી, લગભગ 63 ગોલ્ડ લોન બેંકમાં ચાલુ હતી. તેથી લોકરની અંદર 63 સોનાના ઘરેણાના પેકેટ હોવા જોઈએ, પરંતુ તેમાંથી માત્ર 4 જ હતા, 59 સોનાના ઘરેણાના પેકેટ ગુમ હતા.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: ભોપાલથી ટિકિટ ન મળતાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, કદાચ મોદીજીને મારા કેટલાક શબ્દો ગમ્યા નહીં હોય.

 ગુમ થયેલા સોનાના ઘરેણાના પેકેટની ગણતરી કરી હતી અને જેની આશરે લગભગ કિંમત રૂ. 3 કરોડ હતી…

આ તપાસ બાદ ખાતા મેનેજરે તરત જ આરોપી મેનેજરને ફોન કરીને પૂછ્યું હતું. જેમાં ખાતા મેનેજરના આશ્ચર્ય વચ્ચે, આરોપીએ જ અસ્થાયી રૂપે સોનું લઈ જવા વિશે કબૂલાત કરી હતી. જે ઑક્ટોબર 2023 થી ફેબ્રુઆરી 26 સુધી રાખવામાં આવ્યું હતું. આરોપીએ ફોન પર ખાતા મેનેજરને ખાતરી આપી હતી કે તે એક અઠવાડિયાની અંદર સોનું પરત લોકરમાં મૂકી દેશે અને કોઈને આ વાતની જાણ નહી થાય. મામલો એમને એમ જ પતી જશે. પરંતુ આરોપીની આ વાતો સાંભળીને ખાતા મેનેજરે પાછળથી તેમના વરિષ્ઠોને આ વાતની જાણ કરી હતી. માહિતી મળતાં જ ઉપરી અધિકારીઓએ બેંક લોકરની તપાસ કરી હતી અને તેઓએ ગુમ થયેલા સોનાના ઘરેણાના પેકેટની ગણતરી કરી હતી અને જેની આશરે લગભગ કિંમત રૂ. 3 કરોડ હોવાનુ બહાર આવ્યું હતું.

જે બાદ તાત્કાલિક આરોપી મેનેજરને બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યો હતો અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મેનેજરની પૂછપરછ કરી તાત્કાલિક સોનું બેંકને પરત કરવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા. પરંતુ એવુ ન થતા ખાતા મેનેજરે ભાંડુપ પોલીસનો સંપર્ક કર્યો હતો અને સર્વિસ મેનેજર સામે કેસ નોંધાવ્યો હતો. બાદમાં, પોલીસે સર્વિસ મેનેજરની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે સોનાના ઘરેણા રિકવર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી.

મલાડના રાહેજા ટાઉનશીપના રહેવાસી સર્વિસ મેનેજર પર બેંક લોકરથી સોનાના ધરેણાના ચોરીના મામલે ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ મામલાની વધુ તપાસ ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો : Vote for Note Case: PM મોદીની નોટ ફોર વોટ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આવી પહેલી પ્રતિક્રિયા… કહી આ મોટી વાત

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version