Site icon

હવે શાળાના સંચાલકો મોરચો કાઢશે. માંગણી મૂકી ‘અમને ફી ની વસુલાત કરવા દો’

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

05 માર્ચ 2021

કાયમ એરકન્ડીશન રુમમાં બેસતા તેમજ શિક્ષણના નામે વેપાર ધંધો કરતા સ્કૂલના ટ્રસ્ટીઓ હવે રસ્તા પર ઉતરવાની વાત કરે છે. સ્કૂલના ટ્રસ્ટીઓ એ શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ સાથે મિટિંગ કરી. આ મિટિંગમાં શિક્ષક એસોસિયેશનના પ્રતિનિધિઓ પણ શામેલ હતા. મીટિંગ દરમિયાન પોતાની વાત રજુ કરતા ટ્રષ્ટિ એસોસિએશન અને ટીચર એસોસિયેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે લોકડાઉન ને કારણે શાળાઓની આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ છે. આવા સમયમાં જો ફી નહીં આવે તો શાળાઓને આગળ ચલાવવી મુશ્કેલ પડી જશે. તેમજ ચીમકી પણ આપવામાં આવી હતી કે ટીચર્સ અને ટ્રસ્ટીઓ આંદોલન પણ કરશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે શાળાઓને આદેશ કર્યો છે કે કોઈપણ વિદ્યાર્થી પાસેથી જબરજસ્તી ફી નહીં વસૂલી શકાય. આ ઉપરાંત શાળાઓએ ફીસ ન ભરનાર વિદ્યાર્થીઓ ની વિરુદ્ધમાં કોઈ પગલા લેવા નહીં. 

શિક્ષણ વિભાગના આ આદેશની વિરુદ્ધમાં શાળા એસોસિયેશન બોમ્બે હાઈકોર્ટમાં ગયું છે. હવે આ  એસોસિયેશન મહારાષ્ટ્ર સરકારના પગ‌ પકડી રહ્યું છે.

જો કે સવાલ એમ પૂછવામાં આવી રહ્યો છે કે શાળાઓ કયા હિસાબે કામ કરે છે? જો સેવાકીય પ્રવૃત્તિ હોય તો તેમણે નફા વિશે વિચારવું ન જોઈએ. અને જો તેઓ વેપાર કરતા હોય તો નુકસાન એ ધંધા નો એક ભાગ સમજીને આગળ વધવું જોઈએ. આ પરિસ્થિતિમાં જોર-જબરદસ્તી નો છેદ ઉડી જાય છે.

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version