Site icon

મુંબઈમાં કારમાં બેઠેલા સહયાત્રીઓને સીટ બેલ્ટ બાંધવાથી 10 દિવસ સુધી મળ્યો છુટકારો- પણ પછી નહીં- જાણો શું છે કારણ 

News Continuous Bureau | Mumbai

 સલામત મુસાફરી માટે મંગળવારથી મુંબઈવાસી(Mumbaikars)ઓ પર વધુ એક ટ્રાફિક નિયમ(Traffic rule) લાગુ કરવામાં આવ્યો છે. હવે ફોર વ્હીલર(Car)માં મુસાફરી કરતા દરેક મુસાફર માટે સીટબેલ્ટ(Seat belt) પહેરવો ફરજીયાત કરવામાં આવ્યો છે. જો કે, આ નિયમનું પાલન નહીં કરનારાઓને ટ્રાફિક પોલીસ(Traffic Police) દ્વારા મંગળવારથી દંડનીય કાર્યવાહી કર્યા વિના જ કડક સૂચના આપવામાં આવશે. ટ્રાફિક પોલીસે 11 નવેમ્બરથી ફરજિયાત સીટ બેલ્ટ અંગે દંડાત્મક કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સીટ બેલ્ટ અંગે જનજાગૃતિના અભાવે ફરજિયાત સીટબેલ્ટની સમયમર્યાદા વધુ લંબાવવામાં આવી છે.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે મુંબઈ(Mumbai) માં ઘણા કાર ચાલકો સીટબેલ્ટ પહેરતા નથી. જેથી આજથી સીટબેલ્ટ અંગે માત્ર સૂચના આપવામાં આવશે. સીટબેલ્ટ માટે આ એક્સટેન્શન આપવામાં આવ્યું છે. ઉપરાંત, ટ્રાફિક પોલીસે 11 નવેમ્બરથી ફરજિયાત સીટ બેલ્ટ અંગે દંડાત્મક કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. પરિવહન વિભાગે એ પણ માહિતી આપી છે કે જૂના વાહનોને ફરજિયાત સીટબેલ્ટમાંથી અસ્થાયી રૂપે મુક્તિ આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ- એક વર્ષમાં આપ્યું 10 ગણું રિટર્ન- સ્ટોક પર મારો એક નજર

મુંબઈ ટ્રાફિક પોલીસે સૌ પ્રથમ સીટ બેલ્ટની કામગીરી અંગે જનજાગૃતિ લાવવાનું નક્કી કર્યું છે. તમામ ટ્રાફિક એકમોને દસ દિવસ સુધી વાહનચાલકોમાં જાગૃતિ લાવવા જણાવાયું છે. દસ દિવસ પછી સીટબેલ્ટ વગરના ડ્રાઈવર અને પાછળની સીટના મુસાફરો સામે કાર્યવાહી કરવામાં આવશે. મુંબઈ ટ્રાફિક પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને મોટાભાગની ટેક્સીઓમાં સીટ બેલ્ટ લગાવવામાં આવ્યા ન હોવાનું જણાયું હતું.  તેમ જ  ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે રસ્તા પર ઘર્ષણ ન થાય તે માટે ટ્રાફિક પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ સૌપ્રથમ જનજાગૃતિ કેળવવાનું નક્કી કર્યું છે. 

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ટેક્સીમેન યુનિયને(Taximen Union) સીટબેલ્ટના નિર્ણયનો વિરોધ કર્યો છે. કાળી અને પીળી ટેક્સી ડ્રાઈવરને ચાર મુસાફરોને લઈ જવાની છૂટ છે. પરંતુ પાછળના ભાગમાં ત્રણ મુસાફરો બેઠા હોવાથી અને કાર ઉત્પાદકો માત્ર બે પાછળની સીટ માટે સીટ બેલ્ટ પૂરા પાડે છે, તેથી ત્રીજો મુસાફર સીટ બેલ્ટ પહેરી શકતો નથી. તેથી, મુંબઈ ટેક્સીમેન્સ યુનિયને પરિવહન વિભાગને પત્ર લખીને ટ્રાફિક પોલીસને ખાનગી કાર સાથે ટેક્સીની તુલના ન કરવા જણાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Bold Web Series- આ 4 વેબ સિરીઝ જોયા પછી તમે XXX ફિલ્મ ભૂલી જશો- એડલ્ટ સીન ફુલ છે- રૂમને લોક કરીને જ જોજો

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version