ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૭ એપ્રિલ 2021
મંગળવાર
મુંબઈમાં કોરોનાની બીજી લહેરને કારણે 10 ફેબ્રુઆરી પછી પરિસ્થિતિ વણસી છે. અત્યાર સુધી મુંબઈ શહેરમાં ૩ લાખ ૯ હજાર જેટલાં કોરોના ના કેસ નોંધાયા છે. જોકે સૌથી સારી વાત એ છે કે મુંબઈ શહેરમાં મૃત્યુદર 0.4 ટકા છે. આ મૃત્યુદર વિશ્વનો સૌથી ઓછો મૃત્યુદર છે. કોરોના ને કારણે બીજી લહેર માં કુલ 1319 લોકોનું મૃત્યુ થયું છે. બીજી તરફ ભારતના અન્ય રાજ્યો અને શહેરોમાં કોરોના ને કારણે મૃત્યુદર અનેક ગણો વધારે છે.
આ સાથે સારા સમાચાર એ છે કે મુંબઈમાં કોરોના ના કેસ સતત ઘટી રહ્યા છે. જો પરિસ્થિતિ આ રીતે ચાલુ રહી તો માત્ર એક અઠવાડિયામાં મુંબઈથી કોરોના વિદાય લેશે.