Site icon

મુંબઈમાં કૂતરા કરડવાના કેસોમાં 50% નો ઘટાડો નોંધાયો છે.. જાણો શા કારણો આની પાછળ જવાબદાર છે..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

27 ઓક્ટોબર 2020

મુંબઈમાં કૂતરા કરડવાના કેસોમાં 50 ટકા ઘટાડો થયો છે. ગયા વર્ષે, માર્ચથી સપ્ટેમ્બરની વચ્ચે, 48,037 કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા. જો કે, આ વર્ષના સમાન સમયગાળામાં, ફક્ત 24,085 કેસ નોંધાયા છે. અધિકારીઓએ આ ઘટાડાને દેશભરમાં લોકડાઉનને કારણભૂત ઠેરવ્યો છે કારણ કે લોકો આ સમય દરમ્યાન લોકો ઘરની અંદર જ બંધ હતાં. 

મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન કૂતરા કરડવાના 41337 કેસ નોંધાયા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામા 85054 કેસો હતાં. “છેલ્લા 19 વર્ષમાં પહેલીવાર, શહેરમાં છેલ્લા નવ મહિનામાં કૂતરા કરડવાના કેસ ઓછા પ્રમાણમાં નોંધાયા છે. વધુમાં, 2019 માં દરરોજ 233 કેસની સરખામણીએ 2020મા  દરરોજ સરેરાશ 112 કેસ નોંધાયા છે ” એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

જો કે, લોકડાઉન વચ્ચે ખોરાક અને પાણી નહીં મળતાં ઘણા કુતરાઓ કુપોષણ અને ડિહાઇડ્રેશનનો શિકાર બન્યાં છે, તેમ કાર્યકરોનો દાવો છે. “કૂતરા ક્યારેય કારણ વગર કોઈને કરડતા નથી. કાં તો તેઓ ભૂખ્યા હોય છે, અથવા તેમના નાના બચ્ચાઓ છે અથવા તેઓ મનુષ્ય દ્વારા પ્રથમ હુમલો કરવામાં આવ્યો હોય. વધુમાં, લોકો એવી અફવાઓ ફેલાવે છે કે કૂતરાઓ દ્વારા કોરોના ફેલાઈ શકે છે, જે ખોટું છે..  " એમ પણ મનપા અધિકારી એ કહ્યું હતું.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version