ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર
મુંબઇગરાંએ પહેલી વખત ચાલુ વર્ષના શિયાળાની ફૂલગુલાબી ઠંડીનો અનુભવ કર્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ગુરુવારે સવારે શહેરમાં લઘુત્તમ તાપમાન ઘટીને 17.9 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું, જે આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન મુંબઇમાં ઠંડીનો માહોલ યથાવત રહે તેવી સંભાવના છે.
છેલ્લા ત્રણેક દિવસથી મુંબઇ સહિત આજુબાજુનાં સ્થળોએ વાતાવરણમાં ઠંડીનો મજેદાર અનુભવ થઇ રહ્યો છે.
