Site icon News Continuous Bureau | Mumbai

આ તારીખથી બોરીવલી ખાતેનું સંજય ગાંધી નેશનલ પાર્ક ખુલી શકે છે.. લોકો માટે ખુશ ખબરી.. વાંચો અહીં

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 સપ્ટેમ્બર 2020

સંજય ગાંધી નેશનલ પાર્ક (SNGP) પહેલી ઓક્ટોબરથી સવારે 'વોકિંગ' 'જોગિંગ' કરવાં આવતા લોકો માટે ખુલ્લો મૂકી શકાય છે. એક અનુમાન મુજબ લોકડાઉન પહેલા દરરોજ સવારે અંદાજે 500 લોકો પાર્કની  મુલાકાત લેતાં હતાં અને આખા દિવસભરમાં 3,000 જેટલાં પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાત લેતા હતા.. પરંતુ 31 માર્ચથી લોકડાઉન શરૂ થયું ત્યારથી પાર્ક બંધ છે. 

Join Our WhatsApp Channel

પ્રથમ ઓક્ટોબર થી એસએનજીપી પાર્ક સવારે ચાલવા આવનારા માટે 5.30 થી 8.30 સુધીના મર્યાદિત સમય માટે જ ખુલ્લો રહેશે. હાલ પ્રવાસીઓને મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે, ઉદ્યાનની અંદર નજીવા સમારકામ સહિતની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ અંતિમ નિર્ણય રાજ્ય સરકારનો  રહેશે.  સવારે ચાલવા આવનારા દરેક લોકોએ શારીરિક અંતર જાળવવું, સેનિટાઇઝિંગ અને માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. માર્ચ, એપ્રિલ, મે અને જૂન – એમ ઉનાળાના શ્રેષ્ઠ ચાર મહિનામાં કોવિડ -19 લોકડાઉનને કારણે આ પાર્ક બંધ રહેતાં પ્રશાસને નોંધપાત્ર આવક ગુમાવવી પડી છે. 

સરકારની મંજૂરી બાદ વન વિભાગ 1 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે તમામ વન્યપ્રાણી પાર્ક ખોલવાની યોજના પણ બનાવી રહ્યું છે, જે નિર્ણયને સ્થાનિક રહેવાસીઓ અને વહીવટીતંત્રએ પણ વધાવી લીધો છે.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version