Mumbai student assault: હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિની પર શિક્ષિકાનો અત્યાચાર: મુંબઈમાં ૧૩ વર્ષની બાળકીને લાકડીથી માર માર્યો

મુંબઈ: મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં ટ્યુશન ટીચરે દિવાળી વેકેશનનું હોમવર્ક પૂર્ણ ન કરવા બદલ ૧૩ વર્ષની ધોરણ ૮ની વિદ્યાર્થિનીને કથિત રીતે લાકડીથી બેફામ માર માર્યો હતો. ઘાટકોપર પોલીસે શિક્ષિકા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

Mumbai student assault હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિની પર શિક્ષિકાનો અત્યાચાર મુંબઈમાં

Mumbai student assault હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિની પર શિક્ષિકાનો અત્યાચાર મુંબઈમાં

News Continuous Bureau | Mumbai

Mumbai student assault મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં ટ્યુશન ટીચરે દિવાળી વેકેશનનું હોમવર્ક પૂર્ણ ન કરવા બદલ ૧૩ વર્ષની ધોરણ ૮ની વિદ્યાર્થિનીને કથિત રીતે લાકડીથી બેફામ માર માર્યો હતો. ઘાટકોપર પોલીસે શિક્ષિકા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર, ફરિયાદ કરનાર વ્યક્તિ ઘાટકોપરમાં રહે છે અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમની ૧૩ વર્ષની પુત્રી સ્થાનિક હિન્દી માધ્યમની શાળામાં ભણે છે અને ખાનગી ટ્યુશન ક્લાસમાં દરરોજ બપોરે ૨ થી ૪ વાગ્યા સુધી જતી હતી. એક સાંજે આ વિદ્યાર્થિની ઘરે રડતી હાલતમાં આવતા માતા-પિતાએ પૂછપરછ કરી હતી જેમાં બાળકીએ જણાવ્યું કે દિવાળીની રજાઓનું હોમવર્ક પૂર્ણ ન થવાને કારણે તેના શિક્ષકે તેને લાકડી વડે બંને હાથ પર સખત માર માર્યો હતો. આ મારને કારણે બાળકીના હાથ પર લાલ નિશાન અને ઉઝરડા પડી ગયા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : BARC fake scientist case: BARC વૈજ્ઞાનિકનો નકલી કેસ: ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર ઝારખંડનો સાયબર કાફે માલિક ઝડપાયો

પુત્રીની આ હાલત જોઈને ગુસ્સે ભરાયેલા પિતા શિક્ષિકા નો સામનો કરવા ગયા, પરંતુ શિક્ષિકાએ ગોળગોળ જવાબો આપી રહી હતી. એટલું જ નહીં, તેણે કથિત રીતે એવી ધમકી પણ આપી કે જો વિદ્યાર્થિની ફરીથી હોમવર્ક પૂર્ણ નહીં કરે તો તેને દરરોજ આ જ રીતે સજા કરવામાં આવશે. જ્યારે માતા-પિતાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે શિક્ષિકાએ તેમની સાથે દલીલબાજી કરી હતી.
આ ઘટના બાદ બાળકીના માતા-પિતાએ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને BNS અને જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ શિક્ષિકા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલમાં તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં આરોપી શિક્ષિકા ને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

 

Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Mumbai Airport: ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ મુંબઈ એરપોર્ટ પર ૫ લોકો પાસેથી મોટી માત્રામાં હાઇડ્રોપોનિક વીડ જપ્ત, શું છે તેની કિંમત?
Exit mobile version