Site icon

Mumbai: ભાજપના રાજ્યસભાના આ દિગ્ગજ નેતા હવે મુંબઈથી લોકસભા ચૂંટણી લડે તેવા સંકેતોઃ અહેવાલ..

Mumbai: 2010થી રાજ્યસભાના સાંસદ એવા પિયુષ ગોયલ મહારાષ્ટ્રમાંથી સતત ત્રણ વખત ચૂંટાયા છે. હવે ભાજપે તેમને લોકસભાના મેદાનમાં ઉતારવાની તૈયારી શરૂ કરી દીધી છે.

Mumbai Signs that Piyush Goyal BJP will now contest the Lok Sabha elections from Mumbai report.

Mumbai Signs that Piyush Goyal BJP will now contest the Lok Sabha elections from Mumbai report.

News Continuous Bureau | Mumbai

Mumbai: કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પીયૂષ ગોયલ ( Piyush Goyal ) મુંબઈથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી મુજબ, તેમના માટે કયો મતવિસ્તાર યોગ્ય અને સુરક્ષિત રહેશે તેની હાલ ચકાસણી ચાલી રહી છે. પીયૂષ ગોયલ 2010થી રાજ્યસભાના સાંસદ ( Rajya Sabha MP ) છે. તેઓ મહારાષ્ટ્રમાંથી સતત ત્રણ વખત ચૂંટાયા છે. હવે ભાજપે ( BJP ) તેમને લોકસભાના મેદાનમાં ઉતારવાની તૈયારી શરૂ કરી દીધી છે. 

Join Our WhatsApp Community

એક અહેવાલ મુજબ, ભાજપ રાજ્યસભાના નેતાઓને લોકસભાની ચૂંટણી ( Lok Sabha Elections ) લડવા માટે કહીને રાજ્યસભામાં ( Rajya Sabha)  નવા ચહેરાઓને તક આપવાનું વિચારી રહી છે. આ જ યોજનાના ભાગરૂપે ગોયલને મુંબઈથી ( Mumbai ) લોકસભાની ઉમેદવારી આપવામાં આવી શકે છે. તેમને મધ્ય ઉત્તર મુંબઈ અથવા ઉત્તર મુંબઈ મતવિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પૂનમ મહાજન ઉત્તર મુંબઈથી સાંસદ છે. ગોપાલ શેટ્ટી લોકસભામાં ઉત્તર મુંબઈ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. આ બેમાંથી એકની ટિકિટ કપાય તેવી શક્યતા છે.

 2019ની ચૂંટણીમાં ગોપાલ શેટ્ટીએ ( Gopal Shetty ) સૌથી મોટા માર્જિનથી જીત્યા હતા..

ઉલ્લેખનીય છે કે, 2019ની ચૂંટણીમાં ગોપાલ શેટ્ટીએ સૌથી મોટા માર્જિનથી જીત્યા હતા. તેથી શેટ્ટીની બેઠક ભાજપ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. પૂનમ મહાજન પણ નોર્થ સેન્ટ્રલ મુંબઈથી 1.30 લાખ મતોથી જીત્યા હતા. રસપ્રદ વાત એ છે કે શેટ્ટી અને મહાજન 2014થી સાંસદ છે. બંને નેતાઓની સંસદનો બીજો કાર્યકાળ ચાલી રહ્યો છે. 2014 પહેલા આ બંને મતવિસ્તારમાં કોંગ્રેસના સાંસદ હતા.

આ સમાચાર પણ વાંચો : Murder mubarak: મર્ડર મુબારક માં હત્યા ના રહસ્ય પરથી પડદો હટાવશે પંકજ ત્રિપાઠી, હત્યા કરવા વાળા ના ચેહરા સાથે જાહેર થઇ ફિલ્મ ની રિલીઝ ડેટ

અહેવાલમાં વધુ જણાવ્યા અનુસાર, રાજ્યસભાના નેતાઓ અને મંત્રીઓને લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતારવા માટે ભાજપે વ્યૂહરચના ઘડી છે. ગોયલ કેન્દ્રમાં મહત્વના મંત્રી છે. તેઓ વાણિજ્ય, કાપડ, ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને નાગરિક પુરવઠામાં મહત્વપૂર્ણ ખાતા ધરાવે છે. તેથી હાલ તેમને ઉત્તર મધ્ય મુંબઈથી તક આપવી કે ઉત્તર મુંબઈથી ટિકિટ આપવી જે સૌથી સુરક્ષિત તેની ચર્ચા ચાલી રહી છે.

ભાજપે લોકસભાની ચૂંટણીમાં કયા મતદારક્ષેત્રે ઉમેદવાર હોવા જોઈએ તે માટે સર્વે શરૂ કરી દીધો છે. આ માટે ચાર કંપનીઓની નિમણૂક કરવામાં આવી છે. સાથી પક્ષો શિવસેના અને એનસીપી માટે ક્યા મતવિસ્તારો સુરક્ષિત રહેશે. તે જાણવા માટે પણ એક સર્વે ચાલી રહ્યો છે. પાર્ટીના વર્તમાન સાંસદોની કામગીરીનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version