Site icon

Mumbai Sion Station Accident: સાયન સ્ટેશન પ્લેટફોર્મ પર દંપતી સાથે થયો ઝઘડો, પતિએ થપ્પડ મારી તો શખ્સ ટ્રેક પર પડ્યો અને તેના પરથી ટ્રેન પસાર થઈ ગઈ! જુઓ વિડીયો

Mumbai Sion Station Accident: મુંબઈના સાયન સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં નજીવો ધક્કો મારતાં દંપતીએ યુવકને બેફામ માર માર્યો હતો. આ દરમિયાન મહિલાના પતિએ યુવકને થપ્પડ મારી હતી. જેના કારણે તે રેલ્વે ટ્રેક પર પડી ગયો હતો અને લોકલની અડફેટે આવી જવાથી તેનું મોત થયું હતું.

Man Crushed To Death After Falling Under Local Train At Sion Station

સાયન સ્ટેશન પ્લેટફોર્મ પર દંપતી સાથે થયો ઝઘડો, પતિએ થપ્પડ મારી તો શખ્સ ટ્રેક પર પડ્યો અને તેના પરથી ટ્રેન પસાર થઈ ગઈ! જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai 

Mumbai Sion Station Accident: મુંબઈના મધ્ય રેલવેના સાયન રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ નજીવી બાબતે પોતાનો જીવ ગુમાવ્યો છે. વીડિયો જોઈને તમારો પણ આત્મા કંપી જશે. જણાવવામાં આવી રહ્યું છે કે, દંપતી અને એક વ્યક્તિ વચ્ચે નાની વાત પર ઝઘડો થયો હતો. ત્યારબાદ, ધક્કો વાગતા વ્યક્તિ પાટા પર પડી ગયો અને ત્યારે જ ટ્રેન આવી, અને યુવકનું કચડાઈ જતા મોત નિપજ્યું. આ મામલે રેલવે પોલીસે આ દંપતીની ધરપકડ કરી છે.

Join Our WhatsApp Community

જુઓ વીડિયો

મહિલાએ સ્ટેશન પર પુરુષને માર માર્યો

મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના 13 ઓગસ્ટે બની હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે જ એક સ્ત્રી પુરુષને જોરથી થપ્પડ મારે છે. બાદમાં પતિ પણ થપ્પડ લગાવે છે, થપ્પડને કારણે વ્યક્તિએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને તે પ્લેટફોર્મ પરથી રેલવે ટ્રેક પર પડી ગયો. દુર્ભાગ્યવશ, તે જ સમયે એક ટ્રેન પાટા પર આવી. તે વ્યક્તિએ કોઈક રીતે પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્લેટફોર્મ પર ચઢવાનો પ્રયત્ન કર્યો. દરમિયાન સ્ટેશન પર હાજર લોકોએ ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ ઘટનામાં વ્યક્તિનું મોત થયું હતું.

આ સમાચાર પણ વાંચો : Whatsapp Feature : અરે વાહ! હવેથી વોટ્સએપ પરથી HD ફોટો પણ કરી શકશો સેન્ડ, ખુદ માર્ક ઝુકરબર્ગે કરી જાહેરાત.. જાણો કેવી રીતે..

વ્યક્તિનું મોત, દંપતીની ધરપકડ

આ ઘટના બાદ પોલીસે પતિ-પત્નીની ધરપકડ કરી છે. તેની ગુનેગાર હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version