Site icon

ઉઘડી ગયા નસીબ! મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતી આ બાળકી બની લક્ઝરી બ્યુટી બ્રાન્ડનો ફેસ, જાણો ‘પ્રિન્સેસ ઓફ સ્લમ`ની કહાની

મલિષાને તાજેતરમાં લક્ઝરી બ્યુટી બ્રાન્ડ 'ફોરેસ્ટ એસેન્શિયલ'ના નવા અભિયાન 'ધ યુવતિ કલેક્શન' નો ચહેરો પણ બનાવવામાં આવ્યો છે.

Mumbai : slum girl becomes face of beauty brand

ઉઘડી ગયા નસીબ! મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતી આ બાળકી બની લક્ઝરી બ્યુટી બ્રાન્ડનો ફેસ, જાણો ‘પ્રિન્સેસ ઓફ સ્લમ`ની કહાની

News Continuous Bureau | Mumbai

મુંબઈના ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહેતી 14 વર્ષની છોકરી મલિશા ખારવા આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. કારણ એ છે કે, આ છોકરી ગોડફાધર વિના આજે ફેશન મેગેઝિનના કવર પેજ પર બોલિવૂડ સેલેબ્સ સાથે જોવા મળી રહી છે.

Join Our WhatsApp Community

એટલું જ નહીં, મલિષાને તાજેતરમાં લક્ઝરી બ્યુટી બ્રાન્ડ ‘ફોરેસ્ટ એસેન્શિયલ’ના નવા અભિયાન ‘ધ યુવતિ કલેક્શન’ નો ચહેરો પણ બનાવવામાં આવ્યો છે. એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે મલિષા પાસે આ દિવસોમાં હોલીવુડના બે પ્રોજેક્ટ્સ છે. જાણો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી આ છોકરીની જિંદગીએ કેવી રીતે 360 ડિગ્રી વળાંક લીધો.

કેવી રીતે મલિષા હોલીવુડ અભિનેતા રોબર્ટને મળી

વર્ષ 2020 ની વાત છે જ્યારે હોલીવુડ એક્ટર રોબર્ટ હોફમેન એક વીડિયો શૂટ કરવા માટે મુંબઈ આવ્યો હતો. દરમિયાન, તે મલિષાને મળ્યો. મલિષા સાથે વાત કર્યા પછી રોબર્ટ તેની સમસ્યાઓ સમજી ગયો. મલિષાએ જણાવ્યું કે ઘણી વખત તેની પાસે ખાવાના પૈસા પણ નહોતા. તેમના ઘરમાં છત પણ નથી અને તેમના માટે વરસાદમાં સૂવું મુશ્કેલ બની જાય છે.

આ સમાચાર પણ વાંચો: ભારતમાં મેટ્રો રેલ પરિવર્તન.. 2014થી અત્યાર સુધીમાં આટલા શહેરોમાં 860 કિલોમીટર લાંબી મેટ્રો લાઇન થઇ કાર્યરત..

દરમિયાન, મલિષા તેને તેના મોડેલિંગના સપના વિશે કહે છે અને રોબર્ટ તેને તેના મ્યુઝિક વીડિયોમાં કાસ્ટ કરે છે. ઉપરાંત, રોબર્ટે મલિષા માટે ક્રાઉડ ફંડિગ એકાઉન્ટ બનાવ્યું હતું. આ ક્રાઉડ ફંડિગ દ્વારા મલિષાએ લગભગ 16 લાખ રૂપિયા ભેગા કર્યા. અહીંથી મલિષા લાઈમલાઈટમાં આવી અને ત્યારબાદ તેને ઘણા મોટા મોડલિંગ પ્રોજેક્ટ્સ અને એક શોર્ટ ફિલ્મની પણ ઓફર થઈ.

ઘણા મેગેઝીનના કવર પેજ પર દેખાયા

બાદમાં રોબર્ટે મલિષાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવ્યું જેના પર મલિષા હવે તેના ફોટોશૂટ શેર કરે છે. રોબર્ટ મલિશાનો મેનેજર પણ છે. તાજેતરમાં જ ફેમસ ફેશન મેગેઝિન કોસ્મોપોલિટને પણ મલિશાને તેના કવર પેજ પર રજૂ કરી હતી.

આ ફોટોશૂટમાં તે બોલિવૂડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી અને સોશિયલ મીડિયા પ્રભાવક કુશા કપિલા સાથે જોવા મળી રહી છે. આજે #princessfromtheslum હેશટેગ મલિષાના નામથી ચર્ચામાં છે, જેનો અર્થ  થાય છે ઝૂંપડપટ્ટીમાંથી બહાર આવેલી રાજકુમારી.

મલિષાની સિદ્ધિઓ

– આ દિવસોમાં હોલીવુડના બે પ્રોજેક્ટ છે.

– કોસ્મોપોલિટન અને પીકોક જેવા મોટા મેગેઝીનના કવર પર ચમકી ચૂકી છે.

– શોર્ટ ફિલ્મ – ‘લાઇવ યોર ફેરી ટેલ’માં જોવા મળી હતી.

લક્ઝરી બ્યુટી બ્રાન્ડ ‘ફોરેસ્ટ એસેન્શિયલ્સ’નો ચહેરો બની ગયો છે.

– સોશિયલ મીડિયા પર 2 લાખ 29 હજાર ફોલોઅર્સ.

Mumbai: મોટા સમાચાર, મુંબઈની ઓસી વગરની સેંકડો સોસાયટીઓને મોટો ફાયદો! પહેલા છ મહિનામાં અરજી કરશો તો ‘નો પેનલ્ટી’
Maharashtra Government: મહારાષ્ટ્ર સરકારની અષ્ટવિનાયક યોજનાથી શ્રદ્ધા, પર્યટન અને અર્થતંત્રને વેગ મળશે.
Kapil Sharma controversy: મનસેએ કપિલ શર્માને આડા હાથે લીધો કહ્યું ‘મુંબઈને બોમ્બે કહેવાની હિંમત ન કરતા!’
Mumbai Hit and Run: મુંબઈના લાલબાગ નજીક હિટ-એન્ડ-રન: બે વર્ષની બાળકીનું મોત, ભાઈ ગંભીર રીતે ઘાયલ
Exit mobile version