Site icon News Continuous Bureau | Mumbai

Sakinaka Crime: લિફ્ટનો પ્રાઈવેટ વીડિયો વાયરલ કરી મહિલાને બદનામ કરાઈ; સોસાયટી ચેરમેનના પુત્ર સામે ગુનો દાખલ

CCTV ફૂટેજનો દુરુપયોગ કરી પરિણીતાની પ્રાઈવસીનો ભંગ: બજારમાં લોકોના ઈશારા પરથી મહિલાને જાણ થઈ, સાકીનાકા પોલીસની કડક કાર્યવાહી.

Sakinaka Crime લિફ્ટનો પ્રાઈવેટ વીડિયો વાયરલ કરી મહિલાને બદનામ કરાઈ;

Sakinaka Crime લિફ્ટનો પ્રાઈવેટ વીડિયો વાયરલ કરી મહિલાને બદનામ કરાઈ;

News Continuous Bureau | Mumbai
Sakinaka Crime મુંબઈના અંધેરી પૂર્વમાં આવેલા સાકીનાકા વિસ્તારમાં એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક સોસાયટીના ચેરમેનના પુત્રએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી એક પરિણીત મહિલાની પ્રાઈવસીને હણી છે. લિફ્ટમાં કેદ થયેલી મહિલાની અંગત ક્ષણોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી તેને સમાજમાં બદનામ કરવા બદલ સાકીનાકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિત મહિલા જ્યારે સોસાયટીની લિફ્ટનો ઉપયોગ કરી રહી હતી, ત્યારે એક પુરુષ સાથેની તેની અંગત પળો ત્યાં સુરક્ષા માટે લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ હતી. સોસાયટીની સુરક્ષા સિસ્ટમનું સંચાલન ચેરમેનનો પુત્ર કરતો હોવાથી, તેણે મર્યાદા ઓળંગી આ ચોક્કસ વીડિયો ક્લિપ સિસ્ટમમાંથી ચોરી લીધી હતી અને તેને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાવી દીધી હતી.

શાકભાજી લેવા ગયેલી મહિલાને જાહેરમાં થઈ બદનામીની જાણ

આ ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પીડિત મહિલા બજારમાં ખરીદી કરવા ગઈ હતી. ત્યાં હાજર લોકો તેની સામે જોઈને વિચિત્ર ઈશારા અને વાતો કરી રહ્યા હતા, જેનાથી મહિલાને શંકા ગઈ હતી. તપાસ કરતા તેને જાણવા મળ્યું કે તેનો લિફ્ટનો વીડિયો વાયરલ થઈ ચૂક્યો છે. જાહેરમાં થયેલી આ બદનક્ષીથી વ્યથિત થઈને મહિલાએ હિંમત દાખવી અને સાકીનાકા પોલીસ સ્ટેશન પહોંચી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Join Our WhatsApp Channel

આઈટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ

સાકીનાકા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ (IT Act) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સીસીટીવીનું ડીવીઆર (DVR) અને આરોપીનો મોબાઈલ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. સોસાયટીમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલા કેમેરાનો ઉપયોગ જ્યારે કોઈની અંગત લાઈફમાં દખલ દેવા માટે થાય છે, ત્યારે તે ગંભીર ગુનો બને છે તેવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Anil Ambani ED Case: અનિલ અંબાણી ગ્રુપ પર EDનો ગાળિયો કસાયો: 13 રાજ્યોમાં ₹581 કરોડની 31 મિલકતો જપ્ત

આરોપીની ધરપકડ માટે પોલીસના ચક્રો ગતિમાન

હાલમાં પોલીસ આ કેસમાં ટેકનિકલ પુરાવા અને વીડિયો ફોરેન્સિક તપાસ માટે મોકલી રહી છે. આરોપી અત્યારે ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે. આ ઘટના બાદ સોસાયટીના અન્ય રહીશોમાં પણ સીસીટીવી ફૂટેજની સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી ગઈ છે. સાકીનાકા પોલીસે રહીશોને ખાતરી આપી છે કે મહિલાની મર્યાદા સાથે ખીલવાડ કરનાર આરોપીને કડક સજા કરવામાં આવશે.

ED Arrests Lawyer In Mega Cyber Fraud ₹૨૮,૦૦૦ કરોડના સાયબર ફ્રોડ કેસમાં ED ની મોટી કાર્યવાહી, મુંબઈ એરપોર્ટ પરથી વકીલની ધરપકડ
Bandra West Drug Bust બાંદ્રા વેસ્ટમાંથી ₹૧.૫ કરોડનું દોઢ કિલો ચરસ ઝડપાયું, ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીને દબોચ્યો
Mumbai ANC Drug Bust એન્ટી નાર્કોટિક્સ સેલનો સપાટો, બોરીવલીમાંથી ₹૩.૦૮ કરોડના એમડી ડ્રગ્સ સાથે ૩ રીઢા પેડલર ઝડપાયા
Andheri Water Tanker Crash અંધેરી ઈસ્ટમાં ૧૪ વર્ષના સગીરે વોટર ટેન્કર હંકારી કાર અને બિલ્ડિંગની દીવાલ સાથે અથડાવ્યું
Exit mobile version