Site icon

Mumbai Rain: મુંબઈમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, આખા શહેરમાં આટલા ઈંચ વરસાદ ખાબક્યો, ઠેર ઠેર જળબંબાકાર..

Mumbai Rain: ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, સાંતાક્રુઝ વેધશાળાએ બુધવારે સવારે 8.30 વાગ્યા સુધી 52.8 મીમી વરસાદ નોંધ્યો હતો, જ્યારે કોલાબા ખાતેના દરિયાકાંઠાના વેધશાળામાં 98.4 મીમી વરસાદ નોંધાયો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની સ્વચાલિત હવામાન પ્રણાલીએ શહેરમાં 47.42 મીમી વરસાદ નોંધ્યો હતો, જ્યારે પૂર્વ ઉપનગરોમાં 50.04 મીમી અને પશ્ચિમ ઉપનગરોમાં 50.99 મીમી વરસાદ નોંધાયો હતો.

Mumbai, suburbs get 100mm+ rain in heaviest showers this July

Mumbai, suburbs get 100mm+ rain in heaviest showers this July

News Continuous Bureau | Mumbai

Mumbai Rain: કોંકણ અને મુંબઈ પટ્ટામાં વરસાદે જોર પકડ્યું છે. મુંબઈ(Mumbai) માં સવારથી જ જોરદાર વરસાદ પડી રહ્યો છે. આકાશમાં ઘેરા વાદળો છે. રોડ, રેલ પરિવહન મુંબઈની લાઈફલાઈન ગણાય છે. જોકે અત્યાર સુધી બધું બરાબર ચાલી રહ્યું છે. વરસાદના પગલે મધ્ય રેલવેનો રેલ વ્યવહાર ખોરવાયો છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે મુંબઈ શહેર અને ઉપનગરો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે.

Join Our WhatsApp Community

હવામાન વિભાગે સિંધુદુર્ગ, નંદુરબાર, ધુલે, જલગાંવ, સંભાજીનગર, અહેમદનગર, પુણે, નાસિક, સોલાપુર અને બીડ જિલ્લામાં આગામી 3 થી 4 કલાકમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.

થાણે, રાયગઢમાં કેવો પડશે વરસાદ?

હવામાન વિભાગે આગામી 3 થી 4 કલાકમાં થાણે, રાયગઢ, રત્નાગીરી અને પાલઘર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. રાયગઢ અને પાલઘર જિલ્લા માટે રેડ એલર્ટ અને થાણે, રત્નાગીરી અને પુણે માટે ઓરેન્જ એલર્ટ તો ઔરંગાબાદ, કોલ્હાપુર, નાસિક, નંદુરબાર, જલગાંવ, સિંધુદુર્ગ અને ધુલે જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ સમાચાર પણ વાંચો: Apple’s high five: ભારત આઈફોન માટે વિશ્વનું પાંચમું સૌથી મોટું બજાર બની ગયું છે. જાણો એપલના ભવિષ્યના શું પ્લાન છે.

કેટલા મીમી વરસાદ બાદ એલર્ટ અપાયું?

દિવસ દરમિયાન 115.6 મીમી થી 204.4 મીમી વરસાદ પછી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવે છે. જો દિવસ દરમિયાન વરસાદ 204.5 મીમીથી વધી જાય તો રેડ એલર્ટ જારી કરવામાં આવે છે.

મુંબઈમાં 24 કલાકમાં કેટલો વરસાદ થયો?

મુંબઈ શહેર, પૂર્વ ઉપનગરો અને પશ્ચિમ ઉપનગરોમાં આજે સવારે 8 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં અનુક્રમે 47.42mm, 50.04mm અને 50.99mm વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. આથી મહારાષ્ટ્રમાં ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ છે. જેમ જેમ આ લો પ્રેશરનું ક્ષેત્ર દરિયાકાંઠા તરફ આગળ વધવાનું શરૂ થશે, તેમ મુંબઈ અને કોંકણ પટ્ટામાં ભારે વરસાદ થશે.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version