News Continuous Bureau | Mumbai
નવેમ્બર મહિનાની શરૂઆતને એક અઠવાડિયું વીતી ગયું હોવા છતાં મુંબઈ(Mumbai)માં ઠંડીનો અતો પતો નથી. બીજી તરફ તાપમાનનો પારો 35-36 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યો છે. આથી બપોરના સમયે બહાર નિકળતા મુંબઈગરો(Mumbaikars) ને સૂરજ દાદાના આકરા તાપનો સામનો કરવો પડે છે. હવામાન વિભાગે જણાવ્યાનુસાર પૂર્વ દિશામાંથી આવતા પવનોને કારણે શહેરમાં હજુ પણ તાપમાન ઊંચું છે.
સોમવારે મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં વધારો થતાં દિવસ દરમિયાન વાતાવરણમાં ગરમી(heat) નો અહેસાસ થયો હતો. ગયા અઠવાડિયે ઠંડી(cold) પડવા લાગી હતી. પરંતુ, આ અઠવાડિયે ફરી તાપમાનમાં વધારો થયો છે. મુંબઈ સહિત સમગ્ર કોંકણ તટીય વિસ્તારમાં પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોએ શિયાળાનો રસ્તો રોકી દીધો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરુવારે વાદળછાયું વાતાવરણ સાફ થઈ જશે અને તાપમાન ફરી ઘટી શકે છે.