Site icon

Mumbai: થાણે પોલીસે દોઢ મહિનાથી દેખરેખ બાદ, વારાણસીમાં ડ્રગ ફેક્ટરી પર દરોડો, 2.64 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત અને બેની ધરપકડ..

Mumbai: આ તપાસ 24 જાન્યુઆરી, 2024 થી 13 ફેબ્રુઆરી, 2024 વચ્ચે શરૂ થઈ હતી. જેમાં પોલીસને સુત્રો દ્વારા માહિતી મળી હતી. મળતી માહિતીના આધારે પોલીસે સૌથી પહેલા મુંબઈને અડીને આવેલા વસઈ-નાલાસોપારામાંથી ડ્રગ સ્મગલિંગ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

Mumbai Thane Police raid drug factory in Varanasi after one and a half months of surveillance, seized drugs worth Rs 2.64 crore and arrested two

Mumbai Thane Police raid drug factory in Varanasi after one and a half months of surveillance, seized drugs worth Rs 2.64 crore and arrested two

News Continuous Bureau | Mumbai

Mumbai: થાણે ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ( Varanasi ) ડ્રગ્સની ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં બે આરોપીઓની ધરપકડ કરી હતી. દરોડામાં આ ફેક્ટરીમાંથી ડ્રગ્સ બનાવવા માટેની સામગ્રી અને મશીનરી સહિત લગભગ 28 કરોડ રૂપિયાની વસ્તુઓ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આરોપીઓ અહીં એમડી ડ્રગ્સ તૈયાર કરતા હતા. મુંબઈ નજીક થાણે ક્રાઈમ બ્રાન્ચે લગભગ દોઢ મહિના સુધી આ ફેકટરી પર ચાંપતી નજર રાખીને તપાસ કરી હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

મિડીયા રિપોર્ટ અનુસાર, આ તપાસ 24 જાન્યુઆરી, 2024 થી 13 ફેબ્રુઆરી, 2024 વચ્ચે શરૂ થઈ હતી. જેમાં પોલીસને સુત્રો દ્વારા માહિતી મળી હતી. મળતી માહિતીના આધારે પોલીસે સૌથી પહેલા મુંબઈને અડીને આવેલા વસઈ-નાલાસોપારામાંથી ડ્રગ સ્મગલિંગ ( Drug smuggling )  કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસને મળતી માહિતીના આધારે કામગીરી કરી..

ધરપકડ દરમિયાન, આરોપી પાસેથી 481 ગ્રામ એમડી (મેફેડ્રન ડ્રગ્સ – ક્રિસ્ટલ પાવડર) જપ્ત કરવામાં આવ્યો હતો. જેની બજારમાં અંદાજીત કિંમત 1405000 રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં આ ડ્રગ્સના વેપારની વધુ અનેક કડીઓ સામે આવી હતી.

પોલીસને અન્ય આરોપી વિશે પણ જાણકારી મળી હતી. જ્યારે તે આરોપીની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે યુપીના વારાણસીના ભગવતીપુર ગામમાં તેના અન્ય સાગરિતો સાથે રહેતો હતો. અને અહીં એક મેફેડ્રન ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચાલી રહી હતી.

આ સમાચાર પણ વાંચો :  Amazon prime video: એમેઝોન પ્રાઈમ વિડીયો એ રિલીઝ થવાની ફિલ્મો અને વેબ સિરીઝ ની કરી જાહેરાત, વાંચો પુરી યાદી અહીં

આ સંપૂર્ણ માહિતી મળ્યા પછી, ક્રાઈમ બ્રાંચની ( Thane Crime Branch ) ટીમ તેના ડઝનેક અધિકારીઓ સાથે લગભગ દોઢ મહિના સુધી વારાણસીમાં રહી અને ડ્રગ સ્મગલરો પર ચાંપતી નજર રાખી હતી. તેમજ ઘણા અધિકારીઓએ તેમનો ફેસ બદલીને આ ( drug factory ) ફેકટરી પર નજર રાખી હતી.

દોઢ મહિના બાદ, જ્યારે થાણે ક્રાઈમ બ્રાન્ચે ફેક્ટરી પર દરોડો પાડ્યો. ત્યારે ત્યાંથી ક્રિસ્ટલ પાઉડરનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેનો ઉપયોગ મેફેડ્રન ( Mephedrone ) એટલે કે નશીલા ડ્રગ્સ બનાવવા માટે મોટા પાયે કરવામાં આવતો હતો. ફેક્ટરીમાંથી દવાઓ તૈયાર કરવા માટેની સામગ્રી અને મશીનરી પણ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીની ધરપકડ પણ કરી હતી.

ફેક્ટરીમાંથી રૂ.27 કરોડ 78 લાખ 55 હજારનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. ..

તેમજ ફેક્ટરીમાંથી 2,645 કિલો તૈયાર MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજીત કિંમત 2 કરોડ 64 લાખ 50 હજાર રૂપિયા આંકવામાં આવે છે. ફેક્ટરીમાં વિવિધ રાસાયણિક પદાર્થો સાથે મિશ્રિત પાવડર પણ રાખવામાં આવ્યો હતો, તેમની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જેમાંથી લગભગ 25 કિલો એમડી ડ્રગ્સ તૈયાર થઈ શકે છે.

ફેક્ટરીમાંથી રૂ.27 કરોડ 78 લાખ 55 હજારનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. 8 લાખ 62 હજાર 902 રૂપિયાની અન્ય ચીજવસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત 7 લાખની કિંમતની કાર પણ મળી આવી છે. દરોડા સમય દરમિયાન, વારાણસી સ્પેશિયલ ટ્રાન્સપોર્ટ ટીમ અને ડઝનેક અધિકારીઓ યુપીના એડિશનલ પોલીસ કમિશનર પણ સાથે હતા.

આ સમાચાર પણ વાંચો : Melanoma Cancer: દિલ્હી AIIMS તરફથી આવ્યા સારા સમાચાર, હવે આંખના કેન્સરનો ઈલાજ ગામા નાઈફ રેડિયોથેરાપીથી માત્ર 30 મિનિટમાં થશે..

Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Dularchand Yadav: પોસ્ટમોર્ટમમાં મોટો ખુલાસો! ગોળીથી નહીં પણ આ કારણ થી થયું હતું દુલારચંદનું મૃત્યુ
Exit mobile version