Site icon

Mumbai: મુંબઈમાં દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ ઉદ્ધાટન માટે તૈયાર.. તો આ પુલ પર પ્રવાસ કરતા પહેલા જાણી લો આ મહત્વની બાબતો..

Mumbai: મુંબઈથી નવી મુંબઈને જોડતો આ પુલ દેશનો સૌથી મોટો દરિયાઈ પુલ છે. જે 22 કિલોમીટર લાંબો છે. આ સાથે દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર આસાનીથી કવર થઈ જશે. આ બ્રિજની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની નીચેથી દુનિયાનું સૌથી મોટું કાર્ગો જહાજ પણ પસાર થઈ શકે છે.

Mumbai The country's longest sea bridge is ready for inauguration in Mumbai.. So before traveling on this bridge, know these important things

Mumbai The country's longest sea bridge is ready for inauguration in Mumbai.. So before traveling on this bridge, know these important things

News Continuous Bureau | Mumbai 

Mumbai: દેશનો સૌથી લાંબો અને આધુનિક દરિયાઈ પુલ ( Sea bridge ) તૈયાર થઈ ગયો છે. જેનું ઉદ્ઘાટન ( Inauguration ) 12 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. મુંબઈથી નવી મુંબઈને જોડતો આ પુલ દેશનો સૌથી મોટો દરિયાઈ પુલ છે જે 22 કિલોમીટર લાંબો છે. આ સાથે દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર આસાનીથી કવર થઈ જશે. આ બ્રિજની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની નીચેથી દુનિયાનું સૌથી મોટું કાર્ગો જહાજ પણ પસાર થઈ શકે છે. હવે આ પુલનું પૂરું નામ જાણીએ. તો આ પુલનું પૂરું નામ છે- અટલ બિહારી વાજપેયી શિવડી ન્વાશેવા અટલ સેતુ. મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું છે કે MTHL, અટલ સેતુનું ( Atal Setu ) ઉદ્ઘાટન 12 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) દ્વારા કરવામાં આવશે. 

Join Our WhatsApp Community

એક અહેવાલ અનુસાર, મુંબઈ પોલીસે ( Mumbai Police ) કહ્યું હતું કે “જાહેર જોખમ, અવરોધો અને અસુવિધા” અટકાવવા માટે ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ પર ગતિ મર્યાદા લાદી છે. તેમ જ ₹18,000 કરોડના ખર્ચે બનેલ, MTHL બ્રિજ મુંબઈમાં શિવડીથી શરૂ થાય છે અને રાયગઢ જિલ્લાના ઉરણ તાલુકાના ન્હાવા શેવા ખાતે સમાપ્ત થાય છે. આ પુલ પર મલ્ટી-એક્સલ ભારે વાહનો, ટ્રક અને મુંબઈ તરફ જતા બસોને ઈસ્ટર્ન ફ્રીવેમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. તેમ જ મલ્ટી-એક્સલ ભારે વાહનો, ટ્રક અને મુંબઈ તરફ જતા બસોને આગળની અવરજવર માટે મુંબઈ પોર્ટ- શિવડી એક્ઝિટ (એક્ઝિટ 1C) નો ઉપયોગ કરવો પડશે અને ‘ગાડી અડ્ડા’ નજીક MBPT રોડ લેવો પડશે, એમ પોલીસે અહેવાલમાં માહિતી આપતા કહ્યું હતું.

જાણો આ પુલની શું છે ખાસ વિશેષતાઓ..

– મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL) પર ફોર-વ્હીલર માટેની મહત્તમ ગતિ મર્યાદા 100 kmph હશે, આ અંગે મુંબઈ પોલીસે બુધવારે જણાવ્યું હતું.

– મોટરસાયકલ, મોપેડ, થ્રી-વ્હીલર, ઓટો, ટ્રેક્ટર, અને ધીમી ગતિએ ચાલતા વાહનો માટે આ બ્રિજ પર નો એન્ટ્રી રહેશે.

– MTHL એ 6-લેન સી લિંક પુલ છે, જે સમુદ્ર પર 16.50 કિલોમીટર અને જમીન પર 5.5 કિલોમીટર ફેલાયેલો છે.

– વાહનચાલકો આ બ્રિજ દ્વારા મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 20 મિનિટમાં કાપી શકશે, અન્યથા તેમાં 2 કલાકનો સમય લાગતો હતો.

આ સમાચાર પણ વાંચો :  Vibrant Gujarat Global Summit 2024: વાઈબ્રન્ટ ગુજરાત બન્યું ઉદ્યોગની ગંગા.. અંબાણીથી લઈને આ દિગ્ગજ ઉદ્યોગપતિઓએ ગુજરાત માટે કરી પોતાની તિજોરી ખાલી..

– બ્રિજની ચડતી અને ઉતરતી વખતે સ્પીડ 40 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત રહેશે.

– કાર, ટેક્સી, મિની બસ અને ટુ-એક્સલ બસો જેવા વાહનોની સ્પીડ લિમિટ 100 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

– દરિયાઈ પુલ પર મોટરસાઈકલ, ઓટોરિક્ષા અને ટ્રેક્ટરને મંજૂરી આપવામાં આવશે નહીં.

– આ પુલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સવાળા 400 સીસીટીવી કેમેરાથી સજ્જ છે.

– દર વર્ષે શિયાળામાં દરિયામાં આવતા ફ્લેમિંગો પક્ષીને પણ ધ્યાનમાં રાખીને, આ બ્રિજની બાજુમાં સાઉન્ડ બેરિયર લગાવવામાં આવ્યા છે.

– આ બ્રિજ પરથી ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BRC) ના કોઈ ફોટોગ્રાફ્સ કે વિડિયો ન લેવાય તેની ખાતરી કરવા માટે વ્યુ બેરિયર લગાવવામાં આવ્યો છે.

– એવી લાઈટો લગાવવામાં આવી છે કે તે માત્ર બ્રિજ પર જ પડે છે અને દરિયાઈ જીવોને નુકસાન પહોંચાડતી નથી.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version