Site icon

Mumbai: હેરાનગતિ… માટુંગામાં રેલવે દ્વારા આ રાહદારી પુલ ત્રણ મહિના માટે કરાયો બંધ..

Mumbai: રેલવે અને મહાનગરપાલિકાના મનસ્વી વલણને કારણે હાલ નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. તેમ જ લોકોને આનાથી ભારે હાલાકીનો સામનો પણ કરવો પડે છે.

Mumbai, the railways closed its Z bridge in the area and public anger against the railways for not providing any alternative route.

Mumbai, the railways closed its Z bridge in the area and public anger against the railways for not providing any alternative route.

News Continuous Bureau | Mumbai 

Mumbai: રેલવે અને મહાનગરપાલિકાના ( BMC ) મનસ્વી વલણને કારણે હાલ નાગરિકો પરેશાન થઈ રહ્યા છે . નાગરિકોનું કહેવુ છે કે મહાનગરપાલિકા ગમે ત્યાં અને ગમે ત્યારે ખોદવાની અને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દે છે. આ જ રીતે માટુંગા ( Matunga ) ખાતે મધ્ય રેલવે ( Central Railway ) અને પશ્ચિમ રેલવેને ( Western Railway ) જોડતો એક મહત્ત્વપુર્ણ પુલ બનાવવામાં આવ્યો હતો. આ કનેક્ટર બ્રિજ ‘Z બ્રિજ’ના ( Z Bridge ) નામથી ઓળખાતો હતો. આ રાહદારી પુલ પરથી દરરોજ લાખો નાગરિકોની અવરજવર થતી હતી. આ રાહદારી પુલ નાગરિકો માટે પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ તરફ મુસાફરી કરવા માટે સૌથી નજીકનો અને સૌથી સરળ વિકલ્પ હતો. પરંતું આ પુલને 1 જાન્યુઆરી 2024થી સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, નાગરિકોને મુસાફરી માટે કોઈ વૈકલ્પિક રસ્તો પણ આપવામાં આવ્યો નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રિજના પુનઃનિર્માણ ( Bridge reconstruction ) માટે લોકોને 18 મહિના સુધી રાહ જોવી પડશે. 

Join Our WhatsApp Community

ઉ્લ્લેખનીય છે કે, માટુંગા થી દાદર તરફ જવા માટે આ એક પુલ હોવાથી, ઓફિસ જનારા લોકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો અવર-જવર માટે આ જ બ્રિજનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે આ બ્રિજ બંધ થવાને કારણે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે અને મહાનગરપાલિકાના આ મનસ્વી વલણ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 પુલ બંધ હોવાથી લોકોને લાંબો વળાંક લઈને પોતાની મુસાફરી કરવી પડે છે.

આ વિસ્તારમાં શાકમાર્કેટ, ફૂલ માર્કેટ અને ઘણા મંદિરો સિવાય રુઈયા, રૂપારેલ, IES અને ખાલસા જેવી મ્યુનિસિપલ સ્કૂલો આવેલી છે. માટુંગામાં VJTI અને વેલિંગકર જેવી કોલેજો પણ છે, જેના કારણે આ પુલ પરથી ઘણા વિદ્યાર્થીઓ દરરોજ અવરજવર કરે છે. પરંતુ આ પુલના બંધ થવાથી હવે લાંબો વળાંક લઈને પૂર્વથી પશ્વિમ તરફ જવુ પડે છે, જેમાં ઘણો સમય વેડફાય છે.

આ સમાચાર પણ વાંચો : Gold- Silver Price: બજેટ પહેલા સરકારનો મોટો નિર્ણય.. સોના- ચાંદી પર આયાત ડ્યુટીમાં આટલા ટકાનો થશે વધારો..

એક અહેવાલમાં, આ અંગે રેલવેએ જણાવ્યું હતું કે કે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પુલને અપગ્રેડ અને મજબૂત કરવા માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ બંધ કરવા અંગેની માહિતી લોકોને નોટિસ બોર્ડ દ્વારા આપવામાં આવી છે. બ્રિજનું સમારકામ પૂર્ણ થતાં અંદાજે 18 મહિનાનો સમય લાગશે. બ્રિજના સમારકામની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે, જેથી કામ સમયસર પૂર્ણ થઈ શકે.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version