Site icon

Mumbai Threat: મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ સહિત અનેક મ્યુઝિયમોને ફરી બ્લાસ્ટથી હચમચાવી નાખવાની ધમકી મળતા મચ્યો ખળભળાટ.. તપાસ શરુ..

Mumbai Threat: ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ પોલીસ સક્રિય થઈ હતી. આ પછી કોલાબા અને વરલી સહિત ઘણા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Mumbai Threat In Mumbai, many museums including Chhatrapati Shivaji Maharaj were threatened with blast again.. investigation started.

Mumbai Threat In Mumbai, many museums including Chhatrapati Shivaji Maharaj were threatened with blast again.. investigation started.

 News Continuous Bureau | Mumbai 

Mumbai Threat: મુંબઈમાં એક સાથે અનેક મ્યુઝિયમોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. આ પછી પોલીસ સતર્ક થઈ ગઈ હતી. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઈ પોલીસ પાસે એક ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. આ ઈમેલમાં કોલાબામાં છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમ ( Chhatrapati Shivaji Maharaj Museum ) અને વરલીમાં નેહરુ સાયન્સ સેન્ટર ( Nehru Science Centre ) સહિતના મુખ્ય સંગ્રહાલયોને બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી મુજબ, આ પછી કોલાબા ( Colaba ) અને વરલી ( Worli ) સહિત ઘણા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પોલીસે ધમકીભર્યા ઈમેલ અંગે હાલ તપાસ શરૂ કરી દીધી છે. જોકે, પ્રાથમિક તપાસમાં પોલીસને ( Mumbai Police ) આ સ્થળો પરથી વિસ્ફોટના કોઈ ચિહ્નો મળ્યા નથી. પોલીસે હવે ઈમેલ દ્વારા બ્લાસ્ટ કરવાની ધમકી ( Bomb Threat ) આપનાર વ્યક્તિની શોધ શરૂ કરી છે.

 આ પહેલા પણ નવેમ્બરમાં મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી…

મળતી માહિતી મુજબ, આ મામલે મુંબઈ પોલીસને ઈમેલ મળ્યા બાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે તે મ્યુઝિયમોની તપાસ કરી હતી. પરંતુ ક્યાંય વિસ્ફોટકનો કોઈ પત્તો મળ્યો ન હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે મ્યુઝિયમમાં બોમ્બ મુકવામાં આવશે અને તે ગમે ત્યારે વિસ્ફોટ થશે. પોલીસનું કહેવું છે કે આ મ્યુઝિયમની આસપાસ સ્નિફર ડોગ્સ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Alaska Airlines: અલાસ્કામાં વિમાનની બારી આકાશમાં તૂટી પડતાં મચી ગયો હંગામો.. એરલાઈન્સે ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યું.. જુઓ વિડીયો

એક અહેવાલ મુજબ, આ પહેલા પણ નવેમ્બરમાં મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી. 23 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના ફીડબેક ઇનબોક્સમાં એક ઈમેલ આવ્યો હતો. આ ઈમેલમાં મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ સાથે આ ઈમેલમાં 48 કલાકની અંદર 1 મિલિયન ડોલર બિટકોઈન આપવાની માંગ કરવામાં આવી હતી.

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
PM Modi Birthday Call: જન્મદિવસે ટ્રમ્પ નો પીએમ મોદીને ફોન, જાણો શું થઇ બંને વચ્ચે ચર્ચા
Exit mobile version