Site icon

Mumbai: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત મોદી સ્ટેડિયમને ઉડાવાની ધમકી, આટલા કરોડની ખંડણીની માંગ, સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો…વાંચો વિગતે અહીં..

Mumbai: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે

Mumbai: Threat to blow up Modi stadium including Prime Minister Narendra Modi, demand of so many crores, security agencies on alert..

Mumbai: Threat to blow up Modi stadium including Prime Minister Narendra Modi, demand of so many crores, security agencies on alert..

News Continuous Bureau | Mumbai 

Mumbai: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને ધમકીભર્યો ઈમેલ ( Threatening email ) મળ્યો છે. આ ઈમેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને જાનથી મારી નાખવાની ધમકી ( Death threat ) આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi  Cricket Stadium) ને પણ ઉડાવી દેવાની ( Blast ) ધમકી મળી છે. ઈમેલ મોકલનાર વ્યક્તિએ 500 કરોડ રૂપિયા અને જેલમાં બંધ ડોન લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ની મુક્તિની માંગણી કરી છે. NIAએ PM સુરક્ષા અને અન્ય રાજ્યોની પોલીસ સાથે માહિતી શેર કરી છે.

Join Our WhatsApp Community

ધમકીભર્યો મેલ મળ્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે.ત્યારે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ઉદ્ઘાટન મેચ ગુરુવારે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ સાથે જ ઈમેલ કયા IP એડ્રેસ પરથી આવ્યો છે. તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

લોરેન્સ બિશ્નોઈ જેલની અંદરથી જ તેની ગેંગ ચલાવી રહ્યો છે..

મળતી માહિતી મુજબ, નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ મુંબઈ પોલીસને ધમકી ભર્યા ઈમેઈલ મામલે એલર્ટ કરી છે. સાથે સાથે ગુજરાત પોલીસ સિવાય વડાપ્રધાનની સુરક્ષા સબંધિત તમામ એજન્સીઓ સાથે આ જાણકારી શેર કરવામાં આવી છે. ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસે (Mumbai Police) પણ સુરક્ષા વધારી દીધી છે. ત્યારે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની પાંચ ક્રિકેટ મેચ યોજાવાની છે.

 આ સમાચાર પણ વાંચો :  Blast In Pakistan: પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પાસે પ્રચંડ વિસ્ફોટ ! જુઓ વિડીયો.. વાંચો સંપુર્ણ વિગતો વિગતે અહીં..

લોરેન્સ બિશ્નોઈ વર્ષ 2013 થી જેલમાં બંધ છે. તે જેલની અંદરથી જ તેની ગેંગ ચલાવી રહ્યો છે. તેની પર પંજાબી ગાયક કલાકાર સિદ્દુ મૂસેવાલની હત્યા સહિત અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. આ પહેલા તેણે બોલિવુડ કલાકાર સલમાન ખાનને જેલમાંથી છોડવાને લઈ ધમકી આપી હતી અને દાવો કર્યો હતો કે એમનો સમાજ કાળા હિરણની હત્યના ઘટનાને લઈ સલમાન ખાનથી નારાજ છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version