Site icon

મુંબઈમાં એક જ દિવસમાં બીજી આગની ઘટના, હવે મુલુંડની હોટેલમાં લાગી ભીષણ આગ.. આટલા લોકો થયા ઇજાગ્રસ્ત..

Mumbai: Three injured as fire breaks out in Mulund West restaurant

મુંબઈમાં એક જ દિવસમાં બીજી આગની ઘટના, હવે મુલુંડની હોટેલમાં લાગી ભીષણ આગ.. આટલા લોકો થયા ઇજાગ્રસ્ત..

News Continuous Bureau | Mumbai

મુલુંડ વિસ્તારની ( Mulund West ) એક હોટલમાં આજે (શનિવારે) બપોરે આગ ફાટી નીકળી હતી. મુંબઈ ( Mumbai ) મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, બપોરે 3.10 વાગ્યાની આસપાસ કાઉબોય બાર્બેક્યૂ હોટલમાં આગ લાગી ( fire breaks out ) હોવાની જાણ થઈ હતી. જોકે થોડી જ વારમાં તેને કાબુમાં લેવામાં આવી હતી.

Join Our WhatsApp Community

આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવાર કરવામાં આવી હતી. જોકે ઇજાગ્રસ્તોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના રસ્તા પર દોડતી બેસ્ટ ઉપક્ર્મની બસમાં અચાનક ભભૂકી આગ, મુસાફરોનો માંડ થયો બચાવ. જુઓ વિડીયો

મહત્વનું છે કે આ હોટેલ મુંબઈના મુલુંડ (વેસ્ટ) વિસ્તારમાં સેન્ટ્રલ બેંક પાસે રામ રતન ત્રિવેણી માર્ગ પર આવેલી છે. આગનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version