Site icon

Mumbai: ચેમ્બુર વિસ્તારમાં રફ્તારનો કહેર, પુરપાટ ઝડપે આવતી કારે ત્રણ લોકોને ઉડાવી દીધા.. વાચો વિગતે અહીં..

Mumbai: ચેમ્બુરના ડાયમંડ ગાર્ડન પાસે એક નશામાં ધૂત મહિલાએ પોતાની કાર સાથે ત્રણ લોકોને અડફેટે લીધા હતા.. આ જોરદાર ટક્કરમાં ત્રણે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Mumbai Three people were blown away by a speeding car in Chembur area..Read details.

Mumbai Three people were blown away by a speeding car in Chembur area..Read details.

News Continuous Bureau | Mumbai 

Mumbai: ચેમ્બુર ( Chembur ) ના ડાયમંડ ગાર્ડન ( Diamond Garden ) પાસે એક નશામાં ધૂત મહિલાએ ત્રણ લોકોને પોતાની કાર વડે જોરદાર ટક્કર ( Accident ) મારી હતી. આ જોરદાર ટક્કરમાં ત્રણે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બધું મૈત્રી પાર્ક ( Maitri Park ) થી ચેમ્બુર તરફ ઝડપભેર આવતી કારથી થયું હતું. આ અંગે ચેમ્બુર પોલીસ સ્ટેશન ( Chembur Police Station ) માં કેસ નોંધવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

મહિલા કુર્લા ( Kurla  ) ની રહેવાસી છે અને વ્યવસાયે આર્કિટેક્ટ છે. મધ્યરાત્રિએ, તે નશાની હાલતમાં તેની મોટર કાર ચલાવી રહી હતી અને મૈત્રી પાર્કથી ચેમ્બુર તરફ ઝડપથી જઈ રહી હતી. મહિલા બેદરકારીથી વાહન ચલાવી રહી હતી. દરમિયાન, કાર ડાયમંડ ગાર્ડન નજીક આવી, ત્યારે મહિલાએ કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને સ્કૂટી પર સવાર જયસ્વાલ પરિવારને બાઇક પર જોરદાર ટક્કર મારી હતી. તેણીએ હર્ષ જયસ્વાલ, સમૃદ્ધિ જયસ્વાલ, દીપુ જયસ્વાલને જોરદાર ટક્કર મારી હતી. જેમાં આ ત્રણેય ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમની નજીકની ઝેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નશામાં ધૂત યુવતીની ચેમ્બુર પોલીસે અટકાયત કરી છે અને કેસ નોંધવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Surat Crime: સુરતમાં એક જ પરિવારના 7 સભ્યો આપઘાત કરતાં અરેરાટી!! દોઢ પાનાની સુસાઈટ નોટમાં કર્યો આ ઉલ્લેખ… જાણો સંપુર્ણ મામલો વિગતે..વાંચો અહીં..

ચેમ્બુર પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ હાથ ધરાય છે…

જ્યારે સ્થાનિક નાગરિકોએ આ મહિલા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા મહિલાને માર મારવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે સ્થાનિકોને અટકાવ્યા હતા. ચેમ્બુર પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલા ડ્રાઈવરની ધરપકડ કરી હતી. ચેમ્બુર વિસ્તારમાં અકસ્માત ચિંતાનો વિષય બની રહ્યો છે. ચોકડી પર થયેલા અકસ્માતના કારણે બેદરકારીથી ચલાવાતા વાહનોની સમસ્યા ફરી સામે આવી છે.

 

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version